કોટક ગિલ્ટ ફંડઃ કામગીરીના 25 વર્ષોની સફર

Spread the love

ભારતનું પ્રથમ ગિલ્ટ ફંડ ભારતની આર્થિક સિદ્ધિઓની સફરમાં 8.99 ટકાના સીએજીઆરની ઊજવણી કરે છે

મુંબઈ

ભારતના પ્રથમ ગિલ્ટ ફંડ કોટક ગિલ્ડ ફંડે તાજેતરમાં જ 25 વર્ષ પૂરા કર્યા છે. આ ફંડ પ્રારંભ થયો ત્યારથી 25 વર્ષોમાં સોવરેન ક્રેડિટ, રોજબરોજની તરલતા તથા રોકાણકારોને ધિરાણના શૂન્ય નુકસાન સાથેના ત્રિવેણી સંગમને જાળવી રાખ્યો છે. 29 ડિસેમ્બર, 1998માં પ્રારંભ સાથે ગિલ્ટ ફંડે તેની શરૂઆતથી 8.99 ટકાનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) નોંધાવ્યો છે અને બજારની ચડઉતરમાંથી સફળતાપૂર્વક આગળ વધ્યું છે. ભારત જેવા ડાયનેમિક નાણાંકીય ક્ષેત્રે કોટક ગિલ્ટ ફંડ વિકાસના પ્રતીક તરીકે મક્કમ ઊભું છે.

ફંડની સફર ભારતના આર્થિક ઉદારીકરણના પગલે શરૂ થઈ હતી અને છેક ત્યારથી તેણે અનેક વૈશ્વિક તથા સ્થાનિક સ્તરની નાણાંકીય ઉથલપાથલો જેમ કે એશિયન નાણાંકીય કટોકટી, ડોટ-કોમ બબલ, 2008ની વૈશ્વિક નાણાંકીય કટોકટી, 2013માં અમેરિકાના ટ્રેઝરી યિલ્ડમાં થયેલો વધારો અને તાજેતરમાં રોગચાળાના થયેલી આર્થિક ખાનાખરાબી જોઈ છે. આ સમયગાળામાં પણ કોટક ગિલ્ટ ફંડ કેવળ એક સાક્ષી કરતાં વિશેષ રહ્યું છે અને તેણે રોકાણકારોના ભરોસાને જાળવી રાખવાના ધ્યેય સાથે સ્થિરતાથી આગળ વધતું રહ્યું છે.

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (કેએમએએમસી)ના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે “25 વર્ષ પહેલા 1998માં લોન્ચ થયા બાદ અમે રોજરોજની તરલતાની સાથે રોકાણકારોને આપવા માટે અનેક રેટ સાયકલ્સ (ગિલ્ટમાં રોકાણ તરીકે ધિરાણનું કોઈ નુકસાન થયું નથી) જોઈ છે. કોટક ગિલ્ટ ફંડ એ સોવરેન ક્રેડિટ, ડેઈલી લિક્વિડિટી અને રોકાણકારોને સેવાઓ પૂરી પાડવાના 25 વર્ષનો ત્રિવેણી સંગમ છે.”

ફંડ સોવરેન અને સમકક્ષ એસેટ્સ માટે 100% ફાળવે છે, જેમાં ટ્રાયપાર્ટી રેપોઝનો સમાવેશ થાય છે, જે પ્રમાણમાં ઓછા ક્રેડિટ જોખમની ખાતરી કરે છે. વધુમાં, સરકારી સિક્યોરિટીઝનું એક્સ્પોઝર અને ફ્લોટિંગ રેટ બોન્ડ્સનો સમાવેશ દરના આંચકા સામે રાહત પૂરી પાડે છે.

ફંડે ફિક્સ્ડ રેટ, ફ્લોટિંગ રેટ અને ઓવરનાઈટ ઈન્ડેક્સ સ્વેપ (ડેરિવેટિવ્ઝ) સહિત વિવિધ સાધનોનો વ્યૂહાત્મક રીતે ઉપયોગ કર્યો છે. કોટક ગિલ્ટ ફંડે 31મી ડિસેમ્બર 20232ના રોજ શરૂઆતથી 1 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષની સમયમર્યાદામાં સતત ડિલિવર કર્યું છે.

કેએમએએમસીના હેડ-ફિક્સ્ડ ઇન્કમ અને ફંડ મેનેજર તથા 2008થી કોટક ગિલ્ટ ફંડ મેનેજર અભિષેક બિસેન તેની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફંડ વિશે તેમણે જણાવ્યું હતું કે, “જેમ જેમ આપણે ફેડના પિવોટને અનુસરતા કેલેન્ડર વર્ષ 2024માં આરબીઆઈના વ્યાજ દર ચક્રને રિવર્સલ તરફ જઈએ છીએ ત્યારે કોટક ગિલ્ટ ફંડ બજારની બદલાતી ગતિશીલતાનો સંભવિત લાભ મેળવવા વ્યૂહાત્મક રીતે સ્થિત છે. યુ.એસ.માં હળવુ થતુ ફુગાવાનું દબાણ, ટ્રેઝરી ઉપજમાં ઘટાડો અને ફેડ પોલિસીમાં ડોવિશ ફેરફારને કારણે 2024ની શરૂઆતમાં ફેડ રેટ કટ અપેક્ષિત છે અને ફંડ મધ્યમથી લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં સારી રીતે તૈયાર છે.”

ફંડ સેબીના નિયમો અનુસાર પોર્ટફોલિયોના જોખમને ઘટાડવા માટે સિસ્ટમ-આધારિત મોનિટરિંગ, ડેઈલી મોનિટરિંગ સ્ટેટમેન્ટ્સ, વિવિધ સ્તરે પ્રદર્શન મૂલ્યાંકન, આંતરિક અને કામગીરી ઓડિટ અને રિસ્ક મેનેજમેન્ટ કમિટી દ્વારા સમયાંતરે સમીક્ષાઓ સહિત વિવિધ રિસ્ક મેનેજમેન્ટ ટૂલ્સ અને પ્રોસેસીસનો ઉપયોગ કરે છે.

ફંડની સ્થિતિસ્થાપકતા તેની શરૂઆતથી 9.46 ટકાના સરેરાશ 1-વર્ષના ડેઈલી રોલિંગ રિટર્નમાં જોવા મળે છે, જેમાં લાંબા ગાળાના રોકાણકારો માટે કોઈ ક્રેડિટ નુકસાન થતું નથી. જેપીએમ ઈએમ લોસ બોન્ડ ઇન્ડેક્સમાં ભારત સરકારના બોન્ડનો તાજેતરનો ઉમેરો પણ વૈશ્વિક નાણાંકીય બોન્ડ માર્કેટ ક્ષેત્રે ફંડની અને ભારતની વધતી જતી પ્રતિષ્ઠાને દર્શાવે છે.

Total Visiters :95 Total: 678478

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *