બાલ્ટીમોર બ્રિજ યુએસનો બીજો, વિશ્વનો ત્રીજો સૌથી લાંબો પુલ

Spread the love

ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ બનાવવાનો ખર્ચ 110 મિલિયન ડોલર એટલે કે 11 કરોડ રૂપિયા હતો, તે ચાર લેનનો પુલ છે

બોલ્ટીમોર

અમેરિકન રાજ્ય મેરીલેન્ડ હેઠળ આવતા બાલ્ટીમોર શહેરમાં મંગળવારે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો. એક મોટું કન્ટેનર જહાજ ‘ડાલી’ શહેરના પ્રખ્યાત ‘ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ’ સાથે અથડાયું હતું. અથડામણને કારણે વાહનો અને લોકો પટાપસ્કો નદીમાં પડી ગયા હતા. આ જહાજ બાલ્ટીમોરથી રવાના થઈને શ્રીલંકાની રાજધાની કોલંબો તરફ જઈ રહ્યું હતું.

યુએસ કોસ્ટ ગાર્ડના રીઅર એડમિરલ શેનોન ગિલરેથે જણાવ્યું હતું કે દુર્ઘટના સમયે 6 લોકો ગુમ થયા હતા અને મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે. કારણ કે કામદારોની આટલા ઠંડા પાણીમાં આટલા લાંબા સમય બાદ જીવિત મળવાની કોઈ આશા નથી. અન્ય બે લોકોને પાણીમાંથી બચાવી લેવાયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તમામ આઠ લોકો બાંધકામ કામદારો હતા, તેઓ પુલનું સમારકામ કરી રહ્યા હતા.

બ્રિજ સાથે અથડાતા માલવાહક જહાજનું નામ ‘ડાલી’ છે. 948 ફૂટના ડાલી જહાજનું સંચાલન સિંગાપોર સ્થિત કંપની સિનર્જી મરીન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. એક માહિતી મુજબ, સિનર્જી ગ્રુપ ચાર્ટર વેસલ કંપની છે. આ કંપની વિશ્વભરમાં 660 થી વધુ જહાજોનું સંચાલન કરે છે. અકસ્માત સમયે જહાજમાં અંદાજે 4700 કન્ટેનર હતા. તેમજ જહાજમાં 22 વ્યક્તિનો ભારતીય ક્રૂ પણ હતો જે સુરક્ષિત છે.

અમેરિકન સોસાયટી ઑફ સિવિલ એન્જિનિયર્સના જણાવ્યા અનુસાર, તે યુનાઇટેડ સ્ટેટ્સમાં બીજો સૌથી લાંબો બ્રિજ હતો અને વિશ્વનો ત્રીજો સૌથી લાંબો પુલ હતો. ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ બનાવવાનો ખર્ચ 110 મિલિયન ડોલર એટલે કે 11 કરોડ રૂપિયા હતો. તે ચાર લેનનો પુલ છે જે નદીથી લગભગ 56 મીટર ઉપર છે. આ બ્રિજ પેટાપ્સકો નદીના ક્રોસિંગની સેવા આપે છે. તે યુ.એસ.ના પૂર્વ કિનારે અને બાલ્ટીમોર બંદરના પ્રવેશ માટેનું મુખ્ય ટ્રાફિક અને પરિવહન કેન્દ્ર માનવામાં આવે છે.

1977માં સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવેલો ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ દાયકાઓ જૂનો છે. તેનું નામ પ્રખ્યાત અમેરિકન લેખક ફ્રાન્સિસ સ્કોટ કીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ બ્રિજની લંબાઈ 1.6 માઈલ છે. જે જગ્યાએ આ ઘટના બની તે બાલ્ટીમોરનું બંદર આર્થિક રીતે ઘણું મહત્વનું રહ્યું છે. તેમજ આ બંદર ખાંડ અને જીપ્સમની આયાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદેશી કાર્ગોના જથ્થા અને મૂલ્યની દ્રષ્ટિએ તે યુનાઇટેડ સ્ટેટ્સનું નવમું સૌથી વ્યસ્ત બંદર છે. 

જોકે, આ દુર્ઘટના બાદ બાલ્ટીમોર પોર્ટને આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ અમેરિકન અર્થતંત્ર માટે મોટો ખતરો છે. કારણ કે તે અમેરિકાના સૌથી મોટા બંદરોમાંનું એક છે. એટલું જ નહીં, ઓટો ઉદ્યોગને લગતી મોટાભાગની નિકાસ પણ આ બંદરથી થાય છે.

બીએમડબલ્યુ અને ફોક્સવેગન જેવી ઓટો કંપનીઓને સૌથી પહેલા અસર થવાની શક્યતા છે. જો પોર્ટ લાંબા સમય સુધી બંધ રહેશે તો તેના કારણે અમેરિકન કંપનીઓના વાહનોની અછત સર્જાઈ શકે છે. જેથી લોકોને તેમની મનપસંદ કાર ખરીદવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે.

ગવર્નર વેસ મૂરેના જણાવ્યા મુજબ, બંદર સીધી રીતે 15,300 નોકરીઓ પૂરી પાડે છે, જ્યારે અન્ય 1,40,000 લોકો આ પ્રદેશમાં બંદર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. રિપોર્ટ અનુસાર, નોકરીઓ $3.3 બિલિયન (આશરે રૂ. 2.74 ટ્રિલિયન) ની આવક પેદા કરે છે. જેથી બ્રિજ ધરાશાયી થયા બાદ પોર્ટ બંધ થવાને કારણે તેમના રોજગાર પર નવું સંકટ ઊભું થયું છે.

મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરેના જણાવ્યા મુજબ, ગયા વર્ષે બાલ્ટીમોર બંદર દ્વારા $80 બિલિયન મૂલ્યનો બિઝનેસ કરવામાં આવ્યો હતો. લગભગ 52 મિલિયન ટન કાર્ગો આ ​​બંદર પર આવ્યો હતો. આ ઉપરાંત ઓટો અને નાના ટ્રકોની આયાત-નિકાસ માટે આ એક મોટું બંદર છે. ગત વર્ષે આ પોર્ટ દ્વારા સાડા આઠ લાખ જેટલી કાર અને નાના ટ્રકોની આયાત-નિકાસ કરવામાં આવી હતી. વર્ષ 2023માં બાલ્ટીમોર પોર્ટ પરથી $55.2 બિલિયનની કિંમતની કાર અને નાના ટ્રકની આયાત કરવામાં આવી હતી. જ્યારે 4.8 અબજ ડોલરની નિકાસ કરવામાં આવી હતી.

ફ્રાન્સિસ સ્કોટ બ્રિજના તૂટી પડવાની ઘટનાની અસરના કારણે  ઘણા મહિનાઓ સુધી કાર્ગો અને વાહનવ્યવહાર ખોરવાઈ જશે. આ પુલ પટાપ્સકો નદી પર છે, જે ચેસાપીક ખાડી અને એટલાન્ટિક મહાસાગર સુધી પહોંચતા મોટા માલવાહક જહાજો માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે.

બાલ્ટીમોર બ્રિજ ‘ફ્રાંસિસ સ્કોટ્સ બ્રિજ’ તરીકે ઓળખાય છે. તેનું નામ 19મી સદીના અમેરિકન કવિ ફ્રાન્સિસ સ્કોટના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પુલ 1977માં લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પુલ પટાપ્સકો નદીની બીજી બાજુને બાલ્ટીમોર બંદર સાથે જોડતો હતો. 

અમેરિકા અને ગ્રેટ બ્રિટન વચ્ચે 18 જૂન 1812 અને 17 ફેબ્રુઆરી 1815 વચ્ચે યુદ્ધ થયું હતું. આ સમયગાળા દરમિયાન, બાલ્ટીમોર એક મહત્વપૂર્ણ યુદ્ધભૂમિ હતું. 13 સપ્ટેમ્બર, 1814ના રોજ, અંગ્રેજોએ ફોર્ટ મેકહેનરી પર 25 કલાક સુધી સતત બોમ્બમારો કર્યો. આ કિલ્લાએ બાલ્ટીમોર બંદરનું રક્ષણ કર્યું હતું. બ્રિટિશ સૈનિકો બોમ્બ ધડાકા પછી જમીન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. જો કે, 25 કલાક પછી પણ બોમ્બ ધડાકામાં સંપૂર્ણ સફળતા મળી ન હતી, તેથી તેઓએ જમીન પર હુમલો મોકૂફ રાખવો પડ્યો હતો. મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (એમટીએ) અનુસાર, ફ્રાન્સિસ સ્કોટે 1814માં જે જગ્યાએ આ બ્રિજ બન્યો છે ત્યાં ફોર્ટ મેકહેનરી પર બોમ્બમારો થતો જોયો હતો. આ બોમ્બ ધડાકા પછી તેણે અમેરિકાનું રાષ્ટ્રગીત ‘સ્ટાર સ્પેન્ગલ્ડ બેનર’ લખ્યું હતું.

આ બ્રિજ ન્યૂયોર્ક અને વોશિંગ્ટનને પણ જોડે છે. આની મદદથી બાલ્ટીમોર શહેરમાં પ્રવેશ્યા વિના જ ન્યૂયોર્કથી વોશિંગ્ટન અને વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી પહોંચી શકાતું હતું. આ ઉપરાંત, તે બંદરને ક્રોસ કરતા ત્રણ માર્ગોમાંથી એક હતો. અહીંથી દરરોજ સરેરાશ 31 હજાર વાહનો પસાર થાય છે. બાલ્ટીમોર પોર્ટ બંધ થયા બાદ હજુ પણ 40થી વધુ જહાજો ત્યાં પાર્ક કરવામાં આવેલા છે. તેમજ આ બંદર પર ઓછામાં ઓછા 30 જહાજો હજુ આવવાના હતા. ફ્રાન્સિસ સ્કોટનો પુલ 8,636 ફૂટ (2,632 મીટર) લાંબો હતો. અહીંથી વાર્ષિક 1.13 કરોડ વાહનો પસાર થતા હતા. જ્યારે તે બનાવવામાં આવ્યું હતું, ત્યારે તેની કિંમત 60 મિલિયન ડોલર હતી.  

Total Visiters :60 Total: 678946

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *