એફટીએક્સના સંસ્થાપક ફ્રાઈડને 25 વર્ષની જેલની સજા થઈ

Spread the love

કંપની ફ્રોડ બાદ નાદાર જાહેર, પ્રોસિક્યુટર્સે કેસને યુએસ ઈતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડી ગણાવી

વોશિંગ્ટન

અમેરિકામાં એફટીએક્સ ના સંસ્થાપક સેમ બેંકમેન ફ્રાઈડને જજે  25 વર્ષની જેલની સજા ફટકારી હતી. ફ્રાઈડ પર તેની કંપની એફટીએક્સ દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના ગ્રાહકો સાથે આઠ અબજ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ હતો. તેની કંપની આ ફ્રોડ કર્યા બાદ નાદાર જાહેર થઈ ગઇ હતી. પ્રોસિક્યુટર્સે આ કેસને અમેરિકન ઈતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડી ગણાવી હતી.

મેનહટન ડિસ્ટ્રિક્ટ જજ લુઈસ કપલાને સુનાવણી દરમિયાન બેંકમેન-ફ્રાઈડના એ દાવાને ફગાવી દીધા હતા કે એફટીએક્સ ના ગ્રાહકોએ નાણાં ગુમાવ્યા નથી અને તેના સામે ખોટી સાક્ષીઓ પૂરવામાં આવી હતી. જ્યુરીએ બેંકમેનને એફટીએક્સ ના 2022 ના પતન સંબંધિત સાત છેતરપિંડી અને કાવતરાના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. 

કપલાને કહ્યું કે બેંકમેન-ફ્રાઈડને કોઈ પસ્તાવો નથી. સજા સંભળાવતા પહેલા ન્યાયાધીશે કહ્યું કે બેંકમેનને ખબર હતી કે તે ખોટું કરી રહ્યો છે. તે જાણતો હતો કે તે ગુનેગાર છે પરંતુ તે કંઈપણ સ્વીકારવા તૈયાર નથી, જેમ કે તેનો અધિકાર છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશે સ્વીકાર્યું કે ટ્રાયલ દરમિયાન બેંકમેન ખોટું બોલ્યો હતો.

કોર્ટે અગાઉ તેના નિર્ણયમાં કહ્યું હતું કે અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ લુઈસ કેપલાને નોંધ લીધી કે પ્રતિવાદીએ સાક્ષીઓ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનાને જોતાં બેંકમેન-ફ્રાઈડને ફેડરલ કસ્ટડીમાં પરત કરવા મોકલી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 

Total Visiters :60 Total: 678661

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *