શ્રીનગર-જમ્મુ હાઈવેના રામબન પાસે અકસ્માતમાં 10નાં મોત

Spread the love

પોલીસ, એસડીઆરએફ અને રામબન સિવિલની ક્યુઆરટી ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી

જમ્મુ

દેશમાં હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ભીષણ અકસ્માતની ઘટના શ્રીનગર-જમ્મૂ નેશનલ હાઈવે પર બની હતી, જેમાં 10 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.

શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર રામબન નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ, એસડીઆરએફ અને રામબન સિવિલની ક્યુઆરટી ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહતી મુજબ રામબન વિસ્તારમાં બેટરી ચશ્મા પાસે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે-44 પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબ લગભગ 300 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માતની જાણ રાતે લગભગ 1.15 વાગ્યે મળી હતી. 

આજે વહેલી સવારે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે આ વિસ્તારમાં ઊંડી ખીણ, અંધારુ અને સતત વરસાદને કારણે બચાવ કામગીરી પડકારરૂપ બની રહી છે. વચ્ચે એવી માહિતી પણ સામે આવી છે કે રાહત કામગીરી થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં સૌથી મોટી સમસ્યા વરસાદની છે, જેના કારણે બચાવકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રામબનમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેમણે દર્દનાક માર્ગ અકસ્માત અંગે ડીસી રામબન બશીર-ઉલ-હક સાથે વાત કરી છે. પોલીસ, એસડીઆરએફ અને સિવિલ ક્યુઆરટી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હું સતત સંપર્કમાં છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.

Total Visiters :65 Total: 678014

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *