અરવિંદ કેજરીવાલે ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી

Spread the love

ચૂંટણી લડતા રોકવાના પ્રયાસરૂપે મજબૂત પુરાવા વિના જ ધરપકડ કરી લેવામાં આવી હોવાનો કેજરીવાલનો દાવો

નવી દિલ્હી 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી વખતે કેજરીવાલે દલીલ કરી હતી કે અમને ચૂંટણી લડતા રોકવાના પ્રયાસરૂપે મજબૂત પુરાવા વિના જ મારી ધરપકડ કરી લેવામાં આવી છે. કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું કે ઈડીના તમામ સમન્સ ગેરકાયદે હતા. ઈડીએ લેખિતમાં કંઈ જ આપ્યું નથી. ઘરે પણ કેજરીવાલનું નિવેદન લેવાના કોઈ પ્રયાસો થયા નહોતા. કેજરીવાલ સામે નિવેદન આપનારા લોકો પોતે પણ શંકાના ઘેરામાં છે.

Total Visiters :62 Total: 678149

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *