પ્રતિકૂળ હવામાનથી મોડા ફળ લાગતાં કેરીનું ઉત્પાદન ઘટશે

Spread the love

કેસર કેરીનું ઉત્પાદન 50 ટકા ઓછું થવાની ધારણા, પાક ઓછો હોવાથી કેરીના ભાવ આસમાને આંબે તો નવાઇ નહીં

ગાંધીનગર

ગુજરાતની કેસર કેરી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. કેસર કેરીના રસિયા આ ફળના માર્કેટમાં આગમની આખા વર્ષથી રાહ જોતા હોય છે. તાલાળાની ફેમસ કેસર કેરીની વિદેશમાં પણ નિકાસ થાય છે. ગુજરાતમાં કેરીનું માર્કેટ બહુ મોટું છે પરંતુ બાગાયતિ ખેતી કરતા ખેડૂતોએ કેરીના પાકને લઇને ચિંતાજનક સમાચાર આપ્યાં છે. આ વર્ષે કેરીના ઓછા ઉત્પાદનના અહેવાલ સામે આવ્યાં છે. કેરી પકવતા ખેડૂતો મુજબ ખરાબ હવામાનને લીધે કેરી પકવતા ખેડૂતો ચિંતામાં છે. તેથી આ વર્ષે  કેસર કેરીનું ઉત્પાદન 50 ટકા ઓછુ થવાની ધારણા સેવાઇ રહી છે. પ્રતિકૂળ વાતાવરણથી આંબામાં ફળ એક મહિનો મોડા અને ઓછા આવ્યા હોવાનું ખેડૂતોઓ જણાવ્યું છે. આ વર્ષે પાક ઓછો હોવાથી કેરીના ભાવ પણ આસમાને આંબે તો નવાઇ નહી.

આ બધાની વચ્ચે ફરી માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત છે. ખાસ કરીને કેરીની ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધી છે. આંબા પર ફળ બેસી ગયું છે. આ સ્થિતિમાં હવે જો માવઠુ થશે તો તૈયાર થઇ રહેલા પાકને ભારે નુકસાન થઇ શકે છે. માવઠાની આગાહીને લઈ કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રની જેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ કેરીના પાક  લે ચે. આ સ્થિતિમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. ઉલ્લેખનિય  છે કે, હવામાન વિભાગે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર સહિત વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં છે છુટછવાયા વરસાદની આગાહી કરી છે.આ સ્થિતમાં ખરાબ વાતાવરણના કારણે આવતા ફાલે કેરી બગડી જવાનો ડર ખેડૂતોને સતાવી  રહ્યો છે.

કેરીની ખાસ વાત એ છે કે, ભારતના તમામ રાજ્યોમાં વિવિધ પ્રકારની કેરીની ખેતી કરવામાં આવે છે. દરેક કેરીનો  પોતાનો અલગ સ્વાદ સ્વાદ હોય છે. આજે આપણે ભારતના તે પાંચ રાજ્યો વિશે વાત કરીશું જ્યાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન થાય છે.

કેરીના ઉત્પાદનની દ્રષ્ટિએ તામિલનાડુ પાંચમા ક્રમે છે. એકલા તમિલનાડુના ખેડૂતો દેશમાં ઉત્પાદિત કુલ કેરીના 5.65 ટકા ઉગાડે છે. તે દર વર્ષે 3 થી 4 લાખ ટન કેરીનું ઉત્પાદન કરે છે. નીલમ અને તોતાપુરી અહીંની કેરીની બે મુખ્ય જાતો છે.

કેરીના ઉત્પાદનમાં કર્ણાટક પણ પાછળ નથી. અહીં લગભગ 1.60 લાખ હેક્ટરમાં કેરીની ખેતી થાય છે. કોલાર જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કેરીની ખેતી કરે છે. કર્ણાટક દર વર્ષે 10 થી 12 લાખ ટન કેરીનું ઉત્પાદન કરે છે. આ વર્ષે પણ 12 લાખ ટન કેરીનું ઉત્પાદન થવાની સંભાવના અધિકારીઓએ વ્યક્ત કરી છે. કર્ણાટક 8.06 ટકા ઉત્પાદન સાથે દેશમાં ચોથા સ્થાને છે.

બિહારમાં ખેડૂતો મોટા પાયે કેરીની ખેતી કરે છે. ભાગલપુરની જરદાલુ કેરી દેશભરમાં પ્રખ્યાત છે. તે વિદેશમાં પણ સપ્લાય થાય છે. અહીં, મુંગેર, દરભંગા, સમસ્તીપુર, મધુબની અને સીતામઢી સહિત ઘણા જિલ્લાઓમાં ખેડૂતો કેરીની ખેતી કરે છે. અહીં 160.24 હજાર હેક્ટર માંથી દર વર્ષે સરેરાશ 1549.97 હજાર ટન કેરીનું ઉત્પાદન થાય છે. બિહાર 11.19 ટકા ઉત્પાદન સાથે દેશમાં ત્રીજા ક્રમે છે.

દેશમાં કેરીના કુલ ઉત્પાદનમાં આંધ્રપ્રદેશનો હિસ્સો 20.04 ટકા છે. અહીંની બંગનાપલ્લે કેરી વિશ્વ પ્રસિદ્ધ છે. અમેરિકા અને લંડનમાં પણ તેની ખૂબ માંગ છે. આંધ્ર પ્રદેશ 28.41 લાખ ટન કેરીના ઉત્પાદન સાથે બીજા ક્રમે છે.

ઉત્તર પ્રદેશ દેશમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. અહીં લગભગ 2.7 લાખ હેક્ટરમાં કેરીની ખેતી થાય છે, જેના કારણે 45 લાખ ટન કેરીનું ઉત્પાદન થાય છે. મલિહાબાદની દશેરી કેરી અને બનારસની લંગરા કેરી વિશ્વ પ્રસિદ્ધ છે. લખનૌ, ફતેહપુર, ઉન્નાવ, બનારસ, બારાબંકી અને પ્રતાપગઢ સહિત ઘણા જિલ્લાઓમાં કેરીની ખેતી થાય છે.

Total Visiters :90 Total: 679045

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *