આવતાં અનેક વર્ષો સુધી આપણે સાથે રહેવાનું છેઃ આલિયા ભટ્ટ

Spread the love

રણબીર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી

મુંબઈ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નને ગઈ કાલે બે વર્ષ પૂરાં થયાં છે. આલિયાએ રણબીર સાથેનો રોમૅન્ટિક ફોટો શૅર કર્યો હતો. આ ફોટો દ્વારા આલિયાએ રણબીર પ્રત્યેના પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. બન્નેનાં લગ્ન ૨૦૨૨ની ૧૪ એપ્રિલે રણબીરના ઘરે થયાં હતાં. લગ્નમાં નજીકની ફૅમિલી અને ફ્રેન્ડ્સે હાજરી આપી હતી. ૨૦૨૨ની ૬ નવેમ્બરે આલિયા અને રણબીર દીકરીના પેરન્ટ્સ બન્યા હતા. તેમણે દીકરીનું નામ રાહા રાખ્યું છે. રણબીર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી, ‘હૅપી 2. તને ભરપૂર પ્રેમ. આજે અને આવતાં અનેક વર્ષો સુધી આપણે સાથે રહેવાનું છે.’

Total Visiters :46 Total: 677831

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *