રિવર ફ્રન્ટ ઉપર બનેલી અધ્યાત્મ નગરીમાં 35 જૈન દીક્ષાના ઐતિહાસિક મહોત્સવ માટે 400થી વધુ સાધુ-સાધ્વીજીનો ભવ્ય પ્રવેશ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેરના સદીઓના ઇતિહાસમાં પહેલી વખત યોજાઈ રહેલા 35 દીક્ષાના મહોત્સવ માટે પધારેલા 15 આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો ઉપરાંત 35 મુમુક્ષુઓ અને તેમના પરિવારજનો આજે ભવ્ય સામૈયા સાથે રિવર ફ્રન્ટ ઉપર બનેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં પ્રવેશ્યા હતા.

તેમની શોભાયાત્રા સુવિધા ચાર રસ્તાથી શરૂ થઈને પ્રીતમ નગર અખાડા થઈને સાબરમતી રિવર ફ્રન્ટ પહોંચી ત્યારે 12 ગજરાજ ઉપર બિરાજેલા મુમુક્ષુઓ પણ અધ્યાત્મ નગરીમાં પ્રવેશ્યા હતા.

રિવર ફ્રન્ટ ઉપર ભવ્ય અધ્યાત્મ નગરી તૈયાર કરવા માટે આશરે 1,000થી વધુ કારીગરો અને મજૂરો દિવસરાત કામ કરી રહ્યા હતા.અધ્યાત્મ નગરીમાં આશરે 10,000 ચોરસ ફૂટના ભવ્ય મહેલ જેવા જિનમંદિરમાં 23માં તીર્થંકર શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ ભગવાનની નયનરમ્ય મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે.

અધ્યાત્મ નગરીમાં આશરે 90,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ભવ્ય સભા મંડપની રચના કરવામાં આવી છે, જેમાં આશરે 25,000 શ્રધ્ધાળુઓ બેસીને દીક્ષાનો મહોત્સવ માણી શકશે.

અધ્યાત્મ નગરીમાં આશરે 3,00,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ભોજન કક્ષની રચના કરવામાં આવી છે, જેમાં એક પંગતમાં બેસીને 3,200 ભાવિકો ભોજન કરી શકાશે.અધ્યાત્મ નગરીમાં પહેલી વખત નર્કની આબેહૂબ રચના કરવામાં આવી છે, જેમાં પરમાધામી દેવો નર્કના જીવોને કેવી યાતના આપે છે, તેના જીવંત દૃશ્યો જોવા મળશે.

અધ્યાત્મ નગરીમાં એક ભવ્ય થિયેટર બનાવવામાં આવ્યું છે, જેમાં જૈન શાસનની શૌર્ય ગાથાઓ લઘુ નાટીકાના સ્વરૂપમાં દર્શાવવામાં આવશે.અધ્યાત્મ નગરીમાં એક પુસ્તકની પરબ ખોલવામાં આવી છે, જેમાં જૈન ધર્મનું તત્વજ્ઞાન પીરસતા પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

કુલ પાંચ દિવસના ભવ્ય મહોત્સવ દરમિયાન જે વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે, તેનું સમયપત્રક નીચે મુજબ રહેશે.

દ્વિતીયદિવસ

વી. સં. ૨૫૫૦ વિ. સં. ૨૦૮૦ ચૈત્ર સુદ૧૧, શુક્રવાર તા. ૧૯/૦૪/૨૦૨૪

સવારે ૬:૩૦ ક.:વીરવાણીની મધુરશરણાઈપ્રવચન + પુસ્તક સમર્પણ

સવારે ૯:૩૦ ક.:મેરુ શિખર નવરાવે” નયનને સફળ કરનારભવ્ય સ્નાત્ર મહોત્સવ

બપોરે ૩:૦૦ ક.:સંયમ સફરનો સથવારો – ઉપકારી ઉપકરણોછાબ ભરણ

સાંજે ૬:૩૦ ક.:ભક્તિ કરતાં છૂટેમારા પ્રાણઅદ્ભૂતસંધ્યાભક્તિ

રાત્રે ૮:૦૦ ક.:વૈરાગીઓના વચને…વિરાગની વાતોવીર વિદાય સમારંભ-૧

તૃતીય દિવસ

વી. સં. ૨૫૫૦ વિ. સં. ૨૦૮૦ ચૈત્ર સુદ૧૨, શનિવાર તા. ૨૦/૦૪/૨૦૨૪

સવારે ૬:૩૦ ક.:વીરવાણીનો શંખનાદ…પ્રવચન + બહુમાન

સવારે ૯:૩૦ ક.: ભક્તિની ચરમસીમાએ લઇજતીઅષ્ટપ્રકારી પૂજા

બપોરે ૩:૦૦ ક.: શુકનવંતી મહેંદી રસમ – ઉત્સવ વધામણાં

સાંજે ૬:૩૦ ક.:તુજને જોયા કરુંપાપ ધોયા કરુંઅદ્ભૂતસંધ્યાભક્તિ

રાત્રે ૮:૦૦ ક.:વૈરાગીઓના વચને…વિરાગની વાતો

વીર વિદાય સમારંભ-૨

ચતુર્થ દિવસ

વી. સં. ૨૫૫૦ વિ. સં. ૨૦૮૦ ચૈત્ર સુદ ૧૩, રવિવારતા. ૨૧/૦૪/૨૦૨૪

સવારે ૬:૧૫ ક.:દીનતાથી નહીંવીરતાથી સંસાર ત્યાગ૩૪-૩૪ મુમુક્ષુઓની વિક્રમીવર્ષીદાન યાત્રા,

ત્યારબાદઉપકારીઉપકરણની ઉછામણી

બપોરે ૨:૦૦ ક.:બાળકલાભક્તિ

સાંજે ૪:૦૦ ક.:અલવિદા થાળી-વાટિકાઅંતિમ વાયણું

સાંજે ૬:૩૦ ક.: એક અવર્ણનીય અદ્વિતીયમહાપુજા (મુમુક્ષુ દેવેશકુમારના અણીયારા સથવારે)

રાત્રે ૮:૩૦ ક.: અકબર બીરબલનાજીવન આધારિત –જીવંત દ્રશ્યાવલી

પંચમ દિવસ

વી.સં. ૨૫૫૦ , વિ. સં. ૨૦૮૦ ચૈત્ર સુદ – ૧૪ સોમવાર, તા. ૨૨/૪/૨૦૨૪

સવારે ૫:૩૧ ક. :- નિશ્રાવર્તી પૂજયોતથા નિશ્રાઇચ્છુક મુમુક્ષુઓનો મંડપ પ્રવેશ, વિદાય – વિજય તિલક

સવારે ૭:૦૨ ક. :-વીરના વારસ…વીરનીવાટે…રજોહરણ પ્રદાનપળ

સવારે ૯:૨૭ ક. :-લોચ તો અમૃતસિંચનકેશલુંચન પળ

Total Visiters :83 Total: 677619

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *