એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે તેની સાતમી બેંકિંગ વર્ષગાંઠે ઇન્ટરનેશનલ ફંડ ટ્રાન્સફર્સ, ક્રોસ-બોર્ડર ટ્રેડ ફાઇનાન્સ અને ફોરેક્સ સર્વિસીઝ લોન્ચ કરી

Spread the love
  • ભારતની સૌથી મોટી એસએફબી ‘એયુ રેમિટ’ અને ‘એયુ ડિજિટ્રેડ’ રજૂ કરીને તેનું 29મું સ્થાપના વર્ષ અને સાતમી બેંકિંગ એનિવર્સરી મનાવે છે
  • ‘એયુ રેમિટ’થી નોન-રેસિડેન્ટ ઈન્ડિયન (એનઆરઆઈ) ગ્રાહકો તેમના એયુ એનઆરઈ સેવિંગ્સ એકાઉન્ટથી વિદેશી ચલણમાં તેમના વિદેશી ખાતામાં ડિજિટલી સરળતાથી ફંડ ટ્રાન્સફર કરી શકશે
  • ડિજિટલ ટ્રેડ પોર્ટલ ‘એયુ ડિજિટ્રેડ’થી એમએસએમઈ ગ્રાહકો કોઈપણ સ્થળેથી, કોઈપણ સમયે વેપારી સોદા શરૂ કરી શકશે, ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ટ્રેક કરી શકશે અને ઓનલાઇન રિપોર્ટ્સ એક્સેસ કરી શકશે

મુંબઈ

ભારતની સૌથી મોટી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ‘એયુ રેમિટ’ રજૂ કરીને તેનું 29મું સ્થાપના વર્ષ અને સાતમી બેંકિંગ વર્ષગાંઠ મનાવી છે. ‘એયુ રેમિટ’ એ તેના રિટેલ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવાયેલી લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ ઇન્ટરનેશનલ ફંડ ટ્રાન્સફર કરવા માટેનું પ્લેટફોર્મ છે. બેંકે તેના એમએસએમઈ ગ્રાહકો માટે તથા નિકાસકારો અને આયાતકારો માટે ટ્રેડ ફાઇનાન્સ તેમજ ફોરેક્સ સર્વિસીઝ માટે ‘એયુ ડિજિટ્રેડ’ પ્લેટફોર્મ પણ લોન્ચ કર્યું છે. આ બંને સર્વિસીઝ ગ્રાહક-કેન્દ્રિત ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ વધારવા માટે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકની સફરમાં એક નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે.

નોંધનીય છે કે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે એપ્રિલ 2023માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) પાસેથી ઓથોરાઇઝ્ડ ડીલર કેટેગરી 1 (એડી 1) લાઇસનાસ મેળવ્યું હતું જે બેંકને વિશાળ શ્રેણીના વિદેશી ચલણના વ્યવહારો હાથ ધરવા સશક્ત બનાવે છે. આ અધિકૃતતાનો લાભ લેતાં એયુ રેમિટ રિટેલ ગ્રાહકો માટે ઇન્ટરનેશનલ ફંડ ટ્રાન્સફરમાં નવા ધોરણો સ્થાપે છે જ્યારે એયુ ડિજિટ્રેડ એમએસએમઈ નિકાસકારો અને આયાતકારોને લાભ કરશે.

‘એયુ રેમિટ’થી નોન-રેસિડેન્શિયલ ઈન્ડિયા (એનઆરઆઈ) ગ્રાહકો તેમના એયુ એનઆરઈ સેવિંગ્સ એકાઉન્ટથી વિદેશી ચલણમાં તેમના વિદેશી ખાતામાં સરળતાથી ડિજિટલી તેમના ફંડ ટ્રાન્સફર કરી શકશે. આ ઉપરાંત તે નિવાસી વ્યક્તિઓ તથા પ્રોપરાઇટરી કંપનીઓને તેની સેવાઓ પણ વિસ્તારે છે જેથી તેઓ વેબ પોર્ટલ અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકની બ્રાન્ચ થકી એલઆરએસ સ્કીમ હેઠળ આરબીઆઈ દ્વારા જણાવાયેલા હેતુઓ માટે વિદેશમાં પૈસા મોકલી શકે. ‘એયુ રેમિટ’ ટ્રાન્સફર પ્રોસેસને સરળ બનાવે છે, કંટાળાજનક ડોક્યુમેન્ટેશન જરૂરિયાતો દૂર કરે છે અને એકંદરે ગ્રાહક અનુભવને વધારે છે.

એયુ રેમિટની મહત્વની બાબતો નીચે મુજબ છેઃ

  • મલ્ટીપલ કરન્સી ઓપ્શન્સઃ હાલના એયુ એસએફબી ગ્રાહકો માટે 4 અગ્રણી ચલણોમાં હાલ ઉપલબ્ધ, બીજા તબક્કામાં ન્યૂ-ટુ-બેંક (એનટીબી) ગ્રાહકોને વિસ્તરણ માટેની યોજનાઓ
  • હાઇ ટ્રાન્ઝેક્શન લિમિટઃ ગ્રાહકો શિક્ષણ, ફેમિલી મેઇન્ટેનન્સ, ગિફ્ટ્સ, હેલ્થ સર્વિસીઝ અને એનઆરઆઈ રિપેટ્રિએશન સહિતના હેતુઓ માટે ટ્રાન્ઝેક્શન દીઠ 25,000 યુએસ ડોલરની સમકક્ષ સુધીના ફંડ્સ ઓનલાઇન મોકલી શકે છે.
  • યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસઃ ફાસ્ટ પેમેન્ટ પ્રોસેસિંગ સાથે સાહજિક ડિજિટલ પ્લેટફોર્મ, 24*7 રેમિટન્સ સર્વિસીઝ, રિયલ-ટાઇમ ટ્રેકિંગ અને પારદર્શક ફી માળખું
  • એક્સેસિબિલિટીઃ મોબાઇલ નંબર ઓથેન્ટિકેશનના ઉપયોગ કરીને અથવા એયુ એસએફબી બ્રાન્ચ પર વ્યક્તિગતપણે જઈને ઓનલાઇન પોર્ટલ થકી એક્સેસિબલ

ટ્રેડ ફાઇનાન્સ અને ફોરેક્સ સર્વિસીઝ નિયમનકારી અનુપાલનમાં સમર્થન સાથે ફાઇનાન્સિંગ, ડોક્યુમેન્ટ હેન્ડલિંગ અને ક્રોસ-બોર્ડર રેમિટન્સ સોલ્યુશન્સ પૂરા પાડીને તેના ગ્રાહકોને ક્રોસ-બોર્ડર ટ્રેડની સુવિધા આપશે. બેંકે ડિજિટલ ટ્રેડ પોર્ટલ ‘એયુ ડિજિટ્રેડ’ પણ લોન્ચ કરી છે જેનાથી એમએસએમઈ ગ્રાહકો ગમે ત્યાં, ગમે ત્યારે વેપારી સોદા કરી શકશે, ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ટ્રેક કરી શકશે અને ઓનલાઇન રિપોર્ટ્સ એક્સેસ કરી શકશે.

એમએસએમઈ ગ્રાહકો માટે ટ્રેડ ફાઇનાન્સ સર્વિસીઝની મુખ્ય બાબતો નીચે મુજબ છેઃ

  • મલ્ટીપલ કરન્સી ઓપ્શન્સઃ એયુ એસએફબી નિકાસકારો અને આયાતકારો માટે USD, EUR, GBP અને AED એમ ચાર મુખ્ય ચલણોમાં નિકાસ અને આયાતના વ્યવહારો સંભાળશે.
  • ટ્રેડ ફાઇનાન્સ અને ફોરેક્સ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીઃ એયુ એસએફબી એક્સપોર્ટ ફાઇનાન્સ, ઇમ્પોર્ટ લેટર ઓફ ક્રેડિટ, ફોરેન બેંક ગેરંટી, ફોરવર્ડ કવર્સ, ફોરેક્સ રેટ્સ જેવી પ્રોડક્ટ્સ અને નિકાસ અને આયાત કલેક્શન માટેની તમામ સર્વિસીઝ ઓફર કરશે.
  • સ્પેશિયલ પર્પઝ ફોરેન કરન્સી એકાઉન્ટ્સઃ એયુ એસએફબી તેના એક્સપોર્ટ કસ્ટમર્સ માટે એક્સચેન્જ અર્નર્સ ફોરેન કરન્સી (ઈઈએફસી) એકાઉન્ટ્સ અને ડાયમંડ ડોલર એકાઉન્ટ (ડીડીએ) ખોલશે.
  • કસ્ટમાઇઝ્ડ કરન્ટ એકાઉન્ટ્સઃ એયુ એસએફબીએ ‘એયુ રોયલ ટ્રેડ’ અને ‘એયુ ટ્રેડ પ્લેટિનમ’ એમ બે પ્રકારના કરન્ટ એકાઉન્ટ્સ લોન્ચ કર્યા છે જે કસ્ટમાઇઝ્ડ ફીચર્સ અને પ્રેફરન્શિયલ પ્રાઇઝિંગ ધરાવે છે.

આ લોન્ચ અંગે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના ફાઉન્ડર, એમડી અને સીઈઓ સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે “હું બેંકના 1.1 કરોડ ગ્રાહકો, 46,000 કર્મચારીઓ, 2 લાખ સ્થાનિક અને વિદેશી શેરધારકો, નિયમનકારી સંસ્થાઓ, સરકાર અને તમામ હિસ્સેદારો પ્રત્યે અમારી બેંકિંગ સફરના પહેલા સાત વર્ષ દરમિયાન તેમના હૃદયપૂર્વક સમર્થન બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આજે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક તેનું 29મું સ્થાપના વર્ષ અને સાતમી બેંકિંગ વર્ષગાંઠ ઊજવી રહી છે ત્યારે અમે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક સાથેના જોડાણ પૂરું કર્યા પછી દક્ષિણ ભારતમાં અમારા તાજેતરના વિસ્તરણથી સમૃદ્ધ નવા યુગની આરે ઊભા છીએ. આ સિદ્ધિ ન કેવળ વિકાસ અને વિસ્તરણની અમારી સફરને દર્શાવે છે પરંતુ નવીનતા અને ગ્રાહક-કેન્દ્રિતતા માટે અમારી બેજોડ પ્રતિબદ્ધતાને પણ પુનઃસ્થાપિત કરે છે.”

અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું કે “લાઇસન્સ મેળવ્યાના એક વર્ષમાં જ અમારા ઓથોરાઇઝ્ડ ડીલર કેટેગરી 1 (એડી – કેટ 1) લાઇસન્સના ઓપરેશનાલઇઝેશન સાથે બેંકે તેની પ્રોડક્ટ ઓફરિંગ્સને પૂરી કરી છે અને હવે અમારા મહત્વના નિકાસકાર-આયાતકાર સમુદાય સાથે કામ કરવાની તક મળશે. અમારી લેટેસ્ટ ઓફરિંગ ‘એયુ રેમિટ’, ‘એયુ ડિજિટ્રેડ’ અને અન્ય વિવિધ ટ્રેડ ફાઇનાન્સ અને ફોરેક્સ પ્રોડક્ટ્સ તથા સર્વિસીઝ અમારા એનઆરઆઈ ગ્રાહકો અને એક્ઝિમ ગ્રાહકોને ફી પેમેન્ટ્સ, મેડિકલ ટ્રીટમેન્ટ્સ, ફેમિલી મેઇન્ટેનન્સ, ટ્રેડ પેમેન્ટ્સ તથા બેંક તરફથી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ક્રેડિટ ફેસિલિટીઝ જેવા વિવિધ ઇન્ટરનેશનલ રેમિટન્સ ટ્રાન્ઝેક્શન્સ સરળતાથી હાથ ધરવા માટે સક્ષમ બનાવશે.”

Total Visiters :79 Total: 627747

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *