કમ નહીં, કમ્પલિટની ટેગલાઈન સાથે એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે અમદાવાદમાં ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ લોન્ચ કરી

Spread the love
  • ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ ડિજિટાઇઝ્ડ પ્રોસેસ, સમર્પિત રિલેશનશિપ મેનેજર અને હોમ ડેકોર ફાઇનાન્સની ઓફર
  • કંપનીએમહત્વની ઓફરિંગ્સ દર્શાવતી ત્રણ ટીવી કમર્શિયલ્સ પણ રજૂ કરી છે

અમદાવાદ

અગ્રણી રિટેલ ફાઇનાન્સર્સમાં સ્થાન ધરાવતી એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે (એલટીએફ) અમદાવાદના ગ્રાહકો માટે ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ લોન્ચ કરી છે જે તેમને પોતાનું ઘર વસાવવાનું સ્વપ્ન પૂરું કરવાની જરૂરિયાતો માટે તમામ પ્રકારની મદદ પૂરી પાડશે. ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ એ સમર્પિત રિલેશનશિપ મેનેજરની સાથે ડિજિટાઇઝ્ડ પ્રોસેસ ઓફર કરે છે અને હોમ ડેકોર ફાઇનાન્સનો વિકલ્પ પણ પૂરો પાડે છે.

હોમ ડેકોર ફાઇનાન્સનો ઉદ્દેશ આરામદાયર લિવિંગ સ્પેસ માટે જરૂરી ફર્નિશિંગ્સ મેળવવામાં ફ્લેક્સિબિલિટી તથા સુગમતા પૂરી પાડવાનો છે. ડિજિટાઇઝ પ્રોસેસ ટેકનોલોજીની મદદ સાથે લોન મેળવવાની સફરને સરળ બનાવે છે. સમર્પિત રિલેશનશિપ મેનેજર સમગ્ર લોન પ્રક્રિયામાં ગ્રાહક માટે પોઇન્ટ ઓફ કોન્ટેક્ટ બની રહે છે જે સરળ અને સંતોષકારક અનુભવ સુનિશ્ચિત કરે છે.

પોતાની લેટેસ્ટ ઓફરિંગને પ્રમોટ કરવા માટે કંપનીએ ત્રણ નવા ટીવી કમર્શિયલ્સ લોન્ચ કર્યા છે. આ કમર્શિયલ્સ રમૂજ અને સંબંધિત પરિસ્થિતિનું ચતુરાઈપૂર્વક મિશ્રણ કરે છે અને તેની ટેગલાઇન છે ‘કમ નહીં, કમ્પલિટ’. પહેલી ટીવી કમર્શિયલ હોમ ડેકોર ફાઇનાન્સને રજૂ કરે છે જ્યારે બીજી અને ત્રીજી કમર્શિયલ ડિજિટાઇઝ્ડ પ્રોસેસ અને સમર્પિત રિલેશનશિપ મેનેજર જેવા લાભો દર્શાવે છે.

આ પ્રસંગે એલટીએફના અર્બન ફાઇનાન્સના ચીફ એક્ઝિક્યુટિવ સંજય ગરયાલીએ જણાવ્યું હતું કે “અમદાવાદ અમારા માટે મહત્વનું માર્કેટ છે અને ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ના લોન્ચ દ્વારા અમારું મુખ્ય લક્ષ્યાંક અંડર-કન્સ્ટ્રક્શન અને રેડી એમ બંને પ્રકારની પ્રોપર્ટીઝ માટે નવી હોમ લોન ઇચ્છતા નવા ઘર ખરીદનારાઓ છે. એલટીએફના ચીફ માર્કેટિંગ ઓફિસર કવિતા જગતિયાનીએ જણાવ્યું હતું કે “હોમ લોનની વાત આવે ત્યારે ગ્રાહકો તેમની તમામ ધિરાણને લગતી જરૂરિયાતો સંતોષવા માટે વન-સ્ટોપ સોલ્યુશન્સ ઇચ્છતા હોય છે પરંતુ છેવટે ઓછાથી જ સંતોષ માની લે છે. એલટીએફની ‘ધ કમ્પ્લીટ હોમ લોન’ તેમની જરૂરિયાતોને પૂરી કરીને અને હોમ ડેકોર ફાઇનાન્સ, ડિજિટાઇઝ્ડ પ્રોસેસ અને ડેડિકેટેડ રિલેશનશિપ મેનેજર જેવા લાભોને ભેગા કરીને ગ્રાહકોની અપેક્ષાઓને સંતોષશે.

કેમ્પેઇનના ભાગરૂપે કંપની આઈપીએલના કો-પ્રેઝન્ટિંગ સ્પોન્સર્સ પૈકીની એક બની છે અને ટીવી કમર્શિયલ્સ આઈપીએલ મેચ દરમિયાન જિઓ સિનેમા (કનેક્ટેડ ટીવી) પર સ્ટ્રીમ કરવામાં આવી રહ્યા છે.

Total Visiters :183 Total: 683232

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *