ખૈતાન એન્ડ કં. એ અમદાવાદમાં નવી ઓફિસની સાથે તેનો વ્યાપ વધાર્યો

Spread the love

અમદાવાદ

ખૈતાન એન્ડ કંપની, એક અગ્રણી ફૂલ સર્વિસ લો કંપની, આજે અમદાવાદ, ગુજરાત ખાતે તેની અત્યાધુનિક ઓફિસ ખોલવાની જાહેરાત કરે છે. આ નીતિગત વિસ્તરણ એ પેઢીના વિકાસના માર્ગમાં એક મહત્વપૂર્ણ સિમાચિન્હરૂપ છે અને સામગ્ર ભારતમાં ગ્રાહકોને અસાધારણ કાનૂની સેવાઓ પ્રદાન કરવાની મજબૂત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

અમદાવાદ એ દેશમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. વ્યાપક કાનૂની ઉકેલ પૂરા પાડવા, ખૈતાન એન્ડ કંપનીની નવી ઓફિસ એ પશ્ચિમી ક્ષેત્રના ગ્રાહકોને સેવા આપવા માટે તથા નોંધપાત્ર બજારમાં તેની હાજરી મજબૂત બનાવવા શરૂ કરવામાં આવી છે. કંપનીનો આગળ હેતુ, ગ્રાહકોની જરૂરિયાત અનુસાર સુલભતા અને પ્રતિભાવ વધારવાનો છે, જેનાથી એક વિશ્વસનિય અને નીતિગત કાનૂની સહયોગી તરીકેની તેની સ્થિતિ વધુ મજબૂત બનાવી શકાય.

નવી ઓફિસની આ રજૂઆત વિશે જણાવતા, હૈગ્રેવ ખૈતાન, સિનિયર પાર્ટનર ખૈતાન એન્ડ કંપની કહે છે, “અમદાવાદ, ગુજરાતના આર્થિક પ્રવૃતિના વાઈબ્રન્ટ હબમાં અમારા વિસ્તરણથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ વિસ્તરણ એ ગ્રાહકોને સ્થાનિક નિપુણતા અને વ્યક્તિગત સેવા પ્રદાન કરવાના અમારા દ્રષ્ટિકોણની સાથે સંરેખિત છે, જે અમને તેમની વિકસતી કાનૂની જરૂરિયાતોને વધુ અસરકારક રીતે પૂરી કરવા સશક્ત બનાવે છે.”

અમારા સહયોગી, આત્મન દેસાઈ અને દિગંત પોપટ એ અમદાવાદ ઓફિસનું સંચાલન કરશે. આ નવી ઓફિસ એ હાલ મુખ્ય પ્રેક્ટિસ વિસ્તાર, જેવા કે, ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિસોર્સીસ, કોર્પોરેટ અને કોમર્શિયલ,વિવાદોનું નિરાકરણ, રિયલ એસ્ટેટ, ટેક્સ અને ખાનગી ક્લાઇન્ટ્સ, મર્જર્સ એન્ડ એક્વિઝિશન્સ, બેકિંગ અને ઇન્સોલ્વન્સી, રીસ્ટ્રક્ચરિંગ, પ્રાઈવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલ, કેપિટલ માર્કેટ અને ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પર ધ્યાન કેન્દ્રિત કરશે. સમયની સાથે તે આગળ વધીને સલાહકાર અને મુકદ્દમા સેવાઓના તમામ પાસાઓને સાંકળશે તથા ક્ષેત્ર અને ઉદ્યોગોની વિવિધ રેન્જમાં સેવા આપશે.

ખૈતાન એન્ડ કંપનીના ગુજરાતની હાજરી એ કંપનીની નવીનતા, સહયોગ અને ક્લાયન્ટ-કેન્દ્રિત સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે. અનુભવી લોકોની સાથે નવા પરિપ્રેક્ષ્ય ધરાવતી ટીમનું સંયોજન ઉત્કૃષ્ટ પરિણામની સાથોસાથ પ્રાંતના ગ્રાહકોને સફળતા આપવા માટે તૈયાર છે.

Total Visiters :779 Total: 1093488

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *