નેશનલ મહિલા ચેસ માટે રાજ્યની ટીમની પસંદગી માટે સ્પર્ધા

Spread the love

રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2024 માટે ગુજરાત રાજ્યની ટીમની પસંદગી માટે સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે તારીખ: 18.5.2024 અને 19.5.2024 એ ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા સ્વ. અનિલા કિશોરકુમાર શાહની સ્મૃતીમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 18.5.2024ના રોજ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 100 થી વધુ ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. પ્રથમ ટોપ ટેન વિજેતાઓને ટ્રોફી સાથે રૂ. 10000/- રોકડ પુરસ્કાર આપવામાં આવશે. પ્રથમ ચાર વિજેતાઓ તમિલનાડુ ખાતે યોજાનારી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. વધુ વિગતો માટે ભાવેશ પટેલનો +91 9426064702 પર સંપર્ક કરવો.

Total Visiters :122 Total: 1091893

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *