કોંગ્રેસના 45થી વધુ હોદ્દેદાર, 500 સમર્થકો ભાજપમાં જોડાયા

Spread the love

ભાજપમાં જોડાયેલ તમામ આગેવાનોએ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી

ગાંધીનગર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વથી તેમજ ભારતીય જનતા પાર્ટીની વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતિથી પ્રેરાઈને કોંગ્રેસના સિનિયર આગેવાન ભરત દેસાઈ (ગોતા વોર્ડના પૂર્વ પ્રમુખ અને અમદાવાદ શહેર મહામંત્રી, ગોતા વોર્ડ કોંગ્રેસના કારોબારી સભ્ય), અમદાવાદ શહેર કોંગ્રેસ મહામંત્રી ભવાનભાઈ ઠાકોર, ગોતા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ હરેશ ભાવસાર, સહિત કોંગ્રેસના ૪૫ થી વધુ હોદ્દેદારો અને ૫૦૦ જેટલા સમર્થકો ભાજપામાં જોડાયા હતા. આ તમામનું લોકસભા ક્લસ્ટર પ્રભારી કે. સી. પટેલ અને લોકસભા પ્રભારી તેમજ રાજ્યસભા સાંસદ મયંક નાયકે ભાજપાનો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. ભાજપામાં જોડાયેલ સૌ આગેવાનોએ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે ભાજપ સહકાર સેલના સંયોજક બીપીન પટેલ (ગોતા), ડે. મેયર જતીન પટેલ અને ગોતા વોર્ડના પૂર્વ કાઉન્સિલર દિનેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Total Visiters :446 Total: 678301

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *