ધોરણ-10નું ગત વર્ષ કરતા 1.3 ટકા વધુ 64.22 ટકા પરિણામ, સુરત જિલ્લાનું સૌથી વધુ 75 ટકા, દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 40.75 ટકા

Spread the love

અમદાવાદ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સવારે 8 વાગ્યે જાહેર થઈ ગયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી 28 માર્ચ દરમિયાન ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યના 9.56 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું 64.22 % પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10ની પરીક્ષા સમગ્ર રાજ્યના 958 કેન્દ્રોમાં લેવામાં આવેલી તેમાં બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા મેળવી સૌથી છેલ્લે રહેલો છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત રહ્યો છે. અહીં 76.45 ટકા પરિણામ આવ્યું છે.
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- 95.92%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર- 11.94%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત- 76.45%
સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ- 40.75%
100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલ- 272
30% કરતા ઓછુ પરિણમ ધરાવતી સ્કૂલ- 1084
ગ્રેડ મુજબ આંકડા પર નજર કરીએ તો 6111 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 44480 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 86611 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 127652 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 139248 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ, 67373 વિદ્યાર્થીઓને C-2 ગ્રેડ, 3412 વિદ્યાર્થીઓને D જ્યારે 6 વિદ્યાર્થીને E-1 ગ્રેડ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પરીક્ષા આપનાર 9. 56 લાખ વિદ્યાર્થીઓમાં 7. 41 લાખ રેગ્યુલર વિદ્યાર્થીઓ, 11,000 પ્રાઈવેટ વિદ્યાર્થીઓ, 5,000 ખાનગી રીપિટર વિદ્યાર્થીઓ, 1. 65 લાખ રીપિટર વિદ્યાર્થીઓ, 33,000 આઈસોલેટેડ વિદ્યાર્થીઓ અને 4,000 દિવ્યાંગ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજ્યભરના 83 ઝોનમાં 31,819 બ્લોકમાં 958 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.
બે દિવસ પહેલા બોર્ડ દ્વારા પરિણામની તારીખ અને સમયની સત્તાવાર જાહેર કરવામાં આવી હતી. તે સમયે બોર્ડે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.
પૂરક પરીક્ષા-2023ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. પૂરક પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી એવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

Total Visiters :108 Total: 744847

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *