યુપીમાં બેકાબૂ બોલેરો પાર્ક ટ્રક સાથે ટકરાતા છનાં મોત

Spread the love

ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

બાંદા

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના બાબેરુમાં ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમા બેકાબૂ બોલેરો એક પાર્ક કરેલી ટ્રક સાથે ભયકંર રીતે અથડાઈ હતી. આ અકસ્માતમાં માતા-પુત્ર સહિત છ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના બાબેરુ કોતવાલીમાં કામાસીન રોડ પર પરિયાદાઈ નજીક ગઈકાલે રાત્રે બોલેરો રોડ પર પાર્ક કરેલી ટ્રક સાથે ભયકંર રીતે અથડાઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા સીએચસી મોકલ્યા છે. ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. જેમને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ ભયકંર અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.

અકસ્માત બાદ ચાલક ટ્રક સહિત ફરાર થઈ ગયો હતો. જોરદાર ટક્કરથી બોલેરોને નુકસાન થયું હતું. જેના કારણે આગળની સીટ પર બેઠેલા ડ્રાઈવર સહિત તમામ લોકોને ઈજા થઈ હતી. ચીસો સાંભળીને ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી હતી. સીઓ રાકેશ કુમાર સિંહ અને કોટવાલ સંદીપ સિંહ ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને બોલેરોમાંથી બહાર કાઢ્યા હતા. 

Total Visiters :193 Total: 1095309

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *