પ્રયાગરાજના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટમાં 2025નો કુંભ પડકારજનક

Spread the love

ગત કુંભમાં 24 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા, તો આ વર્ષે બે ઘણા એટલે કે 48 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે


નવી દિલ્હી
રેલવે મંત્રાલય દેશભરમાં 508 રેલવે સ્ટેશનને ડેવલપ કરી રહી છે. આ તમામ સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા છે. મુસાફરોને ટ્રેન પકડવામાં મુશ્કેલી ન પડે અને તેમને વધુમાં વધુ સુવિધા મળે તે માટે રેલવે આ સ્ટેશનો ડેવલપ કરી રહ્યું છે, જોકે આ તમામ સ્ટેશનોમાંથી રેલવે માટે એક સ્ટેશન ડેવલપ કરવું સૌથી પડકારજનક બન્યું છે… આ બાબતને ખુદ રેલવે મંત્રીએ સ્વિકારી અને તેનું કારણ પણ જણાવ્યું છે… સારી વાત એ છે કે, પડકારજનક સ્ટેશન પર કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર આમ તો તમામ સ્ટેશનો ડેવલપ કરવા પડકારજનક હોય છે… કારણ કે વર્તમાન સમયમાં તે સ્ટેશનો પર ટ્રેનું સંચાલન થતું હોય છે… કંટ્રોલ સિસ્ટમ હોય છે… જંકશન બોક્સ, કેબલ, ઓપ્ટીકલ ફાઈબર સંબંધીત ઉપકરણો પણ ધ્યાન રાખવું પડે છે… ત્યારે આ તમામ સમસ્યાઓમાં નડતર બન્યા વગર સ્ટેશનોને ડેવલપ કરવું પડકારજનક હોય છે… જો ડેવલપ થઈ રહેલા સ્ટેશન પર એક સાથે લાખોની ભીડ પહોંચે તો ખરેખર, સૌથી મોટા પડકારની વાત છે… આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડને મેનેજ પણ કરવાનું હોય છે.
અહીં વાત ઉત્તર પ્રદેશમાં આવેલા પ્રયાગરાજ રેલવે સ્ટેશનની થઈ રહી છે… આ સ્ટેશનને પણ ડેવલપ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે…. જોકે આ દરમિયાન વર્ષ 2025માં કુંભ શરૂ થશે… દેશભરના કરોડો ભક્તો અહીં કુંભ પર આવશે… ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા મુજબ ગત કુંભમાં 24 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા, તો આ વર્ષે બે ઘણા એટલે કે 48 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે.
રેલવે મંત્રાલય અનુસાર કુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે સ્ટેશન પર એટલે મોટો વેઈટિંગ એરિયા બનાવવા પડશે કે, લોકો અહીં ટ્રેનોની રાહ જોઈ શકે… તેનાથી ડેવલપ કામગીરીમાં નડતર ન થાય અને તેમને અસુવિધા પણ ન થાય… ઉપરાંત નિર્માણ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પ્લેટફોર્મ પર ટ્રેન પકડવા આવશે… એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ જવા માટે ફુટઓવર બ્રિજનો પણ ઉપયોગ કરશે, તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે… કારણ કે, ડેવલપ થઈ રહેલા કોઈપણ સ્ટેશન પર એક સાથે લાખોની સંખ્યામાં ભીડ આવતી નથી, તેથી રેલવે મંત્રાલય પ્રયાગરાજ રેલવે સ્ટેશનના ડેવલપની કામગીરીને પડકારજનક કહી રહી છે…

Total Visiters :110 Total: 708857

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *