યુઝર્સ હવે ઓફલાઈન મેપનો ઉપયોગ કરી શકશે

Spread the love

આનાથી માત્ર ઈન્ટરનેટ ડેટાની બચત થશે નહીં પરંતુ બેટરી લાઈફ પણ જળવાઈ રહેશે

નવી દિલ્હી

ગૂગલ મેપ્સ કોઈ નવી જગ્યાએ પહોંચવું હોય કે લાઈવ ટ્રાફિક સ્ટેટસ જોવું હોય કે પછી કોઈની સાથે તમારું લોકેશન શેર કરવું હોય આ બધું મેપ પર શક્ય છે. આજે તમને એક ખાસ ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના પછી યુઝર્સ ઓફલાઈન મેપનો ઉપયોગ કરી શકશે. આનાથી માત્ર ઈન્ટરનેટ ડેટાની બચત થશે નહીં પરંતુ બેટરી લાઈફ પણ જળવાઈ રહેશે. તો જાણીએ કે કઈ રીતે ઓફલાઈન મેપનો ઉપયોગ કરી શકાય.

ગૂગલ મેપ્સમાં એક સુવિધા ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ ઑફલાઇન મોડમાં કરી શકાય છે. તેની મદદથી યુઝર્સ રસ્તાઓ જોઈ શકે છે અને તેમના ડેસ્ટીનેશન સુધી પહોંચી શકે છે. આ સુવિધા એવા વિસ્તારોમાં પણ ઉપયોગી સાબિત થશે જે રિમોટ એરિયામાં સ્થિત છે અથવા જ્યાં સારી મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી નથી. એક નોંધનીય બાબત એ છે કે તમે વાઈફાઈ કનેક્ટિવિટી હોવા પર ઑફલાઇન નકશા ડાઉનલોડ કરી શકો છો.

એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ મેપ્સ ખોલો. આ પછી, ઉપર જમણી બાજુએ પ્રોફાઇલ ફોટો આઇકોન પર ક્લિક કરો. આ પછી એક નવી પોપઅપ વિન્ડો ખુલશે, જેમાં ઓફ લાઈન નો વિકલ્પ આપવામાં આવ્યો છે. ઑફલાઇન મેપ્સ પર ક્લિક કરો. આ પછી, યુઝર્સને સિલેક્ટ યોર ઓન મેપનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરીને તમે તમારી પસંદગીના સ્થાનના મેપ્સ ડાઉનલોડ કરી શકો છો. યુઝરે બને તો  વાઈફાઈ કનેક્ટિવિટી પર હોય ત્યારે ઑફલાઇન મેપ્સ ડાઉનલોડ કરવા જોઈએ. જેથી યુઝારનો મોબાઈલ ડેટા પણ બચે છે. 

ગૂગલ મેપ્સના ફાયદા તો ઘણા છે પરંતુ તેની કેટલીક ખામીઓ પણ જોઈએ.  ઑફલાઇન મોડમાં, યુઝરને રીઅલ ટાઇમ ટ્રેકિંગનો ડોટ દેખાશે નહીં, જે તમારું લોકેશન બતાવે છે. રીયલ ટાઇમ ટ્રેકિંગ ડોટ તમને રસ્તો ભટકતા રોકી શકે છે. પરન્ત્ય ઓફલાઈન મોડમાં યુઝરે મેપ્સને ખૂબ જ કાળજીપૂર્વક જોવું પડશે અને જાતે અનુમાન લગાવવું પડશે કે તમે ક્યાં લોકેશન અને દિશમાં આગળ વધી રહ્યા છો. 

Total Visiters :110 Total: 678881

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *