15થી 21 જાન્યુઆરીએ દિવ્યાંગો દ્વારા નિર્મિત પ્રોડક્ટસનું પ્રદર્શન

Spread the love

આ પ્રદર્શનમાં દિવ્યાંગોની પ્રેરણાત્મક વાતો, જ્ઞાનનું આદાન-પ્રદાન કરતાં વર્કશોપ્સ, સામુદાયિક સહકાર વગેરે જેવા આકર્ષણો જોવા મળશે


અમદાવાદ
અમદાવાદનાં વસ્ત્રાપુર હાટમાં તા. ૧૫ થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન ફક્ત દિવ્યાંગો માટેનાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં સમગ્ર દેશનાં વિવિધ શહેરોમાં વસતાં દિવ્યાંગોના ૮૦થી વધુ સ્ટોલ્સ હશે. આ પ્રદર્શનમાં દિવ્યાંગોની પ્રેરણાત્મક વાતો, જ્ઞાનનું આદાન-પ્રદાન કરતાં વર્કશોપ્સ, સામુદાયિક સહકાર વગેરે જેવા આકર્ષણો જોવા મળશે.
મેટ્રોબિટ ફાઉન્ડેશનનાં અલ્પેશભાઈ ગેવરિયા અને રક્ષાબેન ગેવરિયા દ્વારા આ દિવ્યાંગ મેળાનું આયોજન શહેરમાં સર્વ પ્રથમવાર કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં ગુજરાતનાં વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ તેમજ દેશનાં અન્ય રાજ્યોનાં શહેરો જેવા કે જમ્મુ, કટક, હૈદરાબાદ, મુંબઈમાં વસતાં દિવ્યાંગોના ૮૦થી વધુ સ્ટોલ્સ હશે. જુદા-જુદા શહેરોમાં રહેતા દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવતી પ્રોડક્ટોને એક પ્લેટફોર્મ ઉપર લાવવાનો મુખ્ય ઉદ્દેશ તેઓ પોતાની આર્થિક સધ્ધરતાને વધુ મજબૂત બનાવીને સ્વાવલંબી બની શકે તેવો છે. આ પ્રદર્શનમાં આર્ટ એન્ડ ક્રાફટ, તેમજ ફૂડનાં સ્ટોલ્સ હશે. આ પ્રદર્શનમાં કેટલાંક એવા દિવ્યાંગો ભાગ લઈ રહ્યા છે કે જેઓને રાજ્યસ્તરે તેમના આર્ટ અને કલા માટે એવોર્ડ પણ પ્રાપ્ત થયાં છે.
આ અંગે અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે દિવ્યાંગ મેળામાં ફક્ત દિવ્યાંગો જ ભાગ લઈ રહ્યાં છે. તેમની પાસેથી સ્ટોલ્સનું કોઈપણ ભાડું લેવામાં આવ્યું નથી. આ મેળામાં ફક્ત દિવ્યાંગો પોતાની વસ્તુ પ્રદર્શન અને વેચાણ માટે મૂકશે અને વેચાણ કરશે. આ પ્લેટફોર્મ દ્વ્રારા તેઓ સમાજનાં દરેક વર્ગો સાથે સરળતાથી જોડાઈ શકશે અને તેઓને પોતાની પ્રોડક્ટો માટે વિશાળ બજાર મળશે.

Total Visiters :157 Total: 677657

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *