દુબઈનું જેદ્ધા ટાવર કથિત રીતે 1,000 મીટરથી વધુ ઊંચુ હશે

Spread the love

જેદ્ધા ઈકોનોમિક કંપનીની ઈમારત લક્ઝરી રેસિડેન્ટ, ઓફિસ પ્લેસ, સર્વિસ્ડ એપાર્ટમેન્ટ અને લગ્ઝરી કોન્ડોમિનિયમનું મિશ્રણ

દુબઈ

14 વર્ષ પહેલા દુબઈમાં બુર્જ ખલીફા 828 મીટરની ઊંચાઈ સુધી પહોંચીને વિશ્વની સૌથી ઊંચી બિલ્ડીંગ બની ગઈ હતી. આને ઘણા રેકોર્ડ બનાવ્યા અને ફેમસ થઈ ગઈ. બુર્જ ખલીફાનું નિર્માણ 2004માં શરૂ થયુ અને તેને સત્તાવાર રીતે 2010માં ખોલવામાં આવી. ઈમારતને દુબઈના કેન્દ્રમાં એક મોટુ અને મુખ્ય આકર્ષણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જોકે, હવે એક નવી બિલ્ડીંગની ચર્ચા થઈ રહી છે જે તેને પાર કરી શકે છે. જેનાથી લોકોને આશ્ચર્ય થઈ રહ્યુ છે કે શું બુર્જ ખલીફા હવે સૌથી ઊંચુ નહીં રહે.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર સાઉદી અરબમાં વર્તમાનમાં નિર્માણાધીન એક ઈમારત પૂરી થયા બાદ બુર્જ ખલીફાથી પણ ઊંચી થવાની આશા છે. જેદ્ધા ટાવર જેને કિંગડમ ટાવર પણ કહેવામાં આવે છે. કથિત રીતે 1,000 મીટર (1 કિમી, 3,281 ફૂટ) થી વધુ ઊંચુ હશે. જેદ્ધા ઈકોનોમિક કંપનીની ઈમારત લક્ઝરી રેસિડેન્ટ, ઓફિસ પ્લેસ, સર્વિસ્ડ એપાર્ટમેન્ટ અને લગ્ઝરી કોન્ડોમિનિયમનું મિશ્રણ હશે.

એવુ કહેવાય છે કે આ દુનિયાની સૌથી ઊંચી વેધશાળા પણ હોય. 1.23 બિલિયન ડોલરની કિંમત વાળુ જેદ્ધા ટાવર, બુર્જ ખલીફા કરતા ઊંચુ હોઈ શકે છે. આ ઉત્તરી જેદ્ધા કેન્દ્રબિંદુ 20 અરબ ડોલરની મેગા-પ્રોજેક્ટનો ભાગ છે. જેનું નિર્માણ પાંચ વર્ષ બાદ 2023માં ફરીથી શરૂ થયુ જ્યારે પૂરુ થવુ રહસ્યમય છે. આના પ્રસ્તાવિત કદ અને સુવિધાઓથી બુર્જ ખલીફાના રેકોર્ડને જોખમ છે. 

Total Visiters :132 Total: 677541

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *