2024માં રશિયામાં કેન્સરની વેક્સિન અંગેની બાબા વેંગાની આગાહી સાચી પડી

Spread the love

રશિયાના વૈજ્ઞાનિકો કેન્સરની વેક્સિન બનાવવા જઈ રહ્યા છે, વૈજ્ઞાનિકો આની ખૂબ નજીક છે, આ વેક્સિન ટૂંક સમયમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે

નવી દિલ્હી

સાચી અને સચોટ ભવિષ્યવાણી કરનારા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પર દુનિયાભરના લોકોની નજર હોય છે. તેમની ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. તેમણે વર્ષ 2024 માટે પણ ઘણી ભવિષ્યવાણી કરી હતી. મહત્વની વાત એ છે કે તેમાંની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થતી નજર આવી રહી છે. ચાલો તમને જણાવીએ કે બાબા વેંગાની કઈ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે.

બાબા વેંગાએ વર્ષ 2024 સુધીમાં રશિયામાં કેન્સરની વેક્સિન બનાવવાનો દાવો કર્યો હતો. હવે રશિયામાં આ વેક્સિન પર કામ શરૂ થઈ ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં જ કહ્યું હતું કે, તેમના દેશના વૈજ્ઞાનિકો કેન્સરની વેક્સિન બનાવવા જઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો આની ખૂબ નજીક છે. આ વેક્સિન ટૂંક સમયમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

પુતિને કહ્યું હતું કે, અમે કેન્સરની વેક્સિન અને નવી પેઢીની ઈમ્યુનોમોડ્યુલેટરી દવાઓના નિર્માણની ખૂબ નજીક પહોંચી ચૂક્યા છે. જો કે પુતિને એ વાતનો ખુલાસો નથી કર્યો કે, આ વેક્સિન કયા પ્રકારનાં કેન્સર પર કામ કરશે પરંતુ રશિયન રાષ્ટ્રપતિને આશા છે કે તેનો મેડિકલ ક્ષેત્રમાં અસરકારક ઉપયોગ કરવામાં આવશે.

બાબા વેંગાએ આ સાથે જ વર્ષ 2024માં આર્થિક સંકટ આવવાની ભવિષ્યવાણી કરી હતી. આ આર્થિક સંકટના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ અસર પડશે. હવે તેમની આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. બ્રિટન ગત વર્ષના અંતથી મંદીમાં ડૂબી ગયું છે. બ્રિટનની અર્થવ્યવસ્થામાં હજુ પણ કોઈ સુધારાની સ્થિતિ નથી બની. જીડીપીમાં સતત બે ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ જાપાનની અર્થવ્યવસ્થાને પણ ઘણી અસર થઈ છે. ગત વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં જાપાનનો જીડીપી એક વર્ષ અગાઉની તુલનામાં 0.4 ટકા ઘટી ગયો હતો.

બાબા વેંગાએ આ સાથે વર્ષ 2024 માટે બીજી પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. તેમણે યુરોપમાં આતંકવાદી હુમલાઓ, જૈવિક હથિયારોના પરીક્ષણ, હવામાનની મોટી ઘટનાઓ અને કુદરતી આપદા વિશે ચેતવણી આપી હતી. આ વર્ષે તેમણે સાયબર હુમલામાં વધારો થવાની પણ વાત કરી હતી. તેમણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં મોટી સફળતાની પણ ભવિષ્ણયવાણી કરી હતી.

બાબા વેંગા યુરોપના બલ્ગેરિયામાં રહેતા હતા. તેમનો જન્મ વર્ષ 1911માં થયો હતો. માત્ર 12 વર્ષની ઉંમરમાં જ બાબા વેંગાએ પોતાની બંને આંખોની રોશની ગુમાવી દીધી હતી. બાબા વેંગાનું અવસાન ઓગસ્ટ 1996માં થયું હતું. તેમના મૃત્યુ પહેલા તેમણે વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી લીધી છે. 

Total Visiters :83 Total: 678295

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *