દેશનું પહેલું એઆઈ મોડલ હનુમાન માર્ચમાં લોન્ચ થશે

Spread the love

હનુમાન  એઆઈ મોડલ શાસન, આરોગ્ય, શિક્ષણ અને નાણાકીય સેવાઓ જેવા ચાર મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતામાં રાખીને પોતાની સેવા આપશે

મુંબઈ

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતની ટોચની એન્જિનિયરિંગ કોલેજો દ્વારા સમર્થિત એક ગ્રુપ આગામી મહિને પોતાની પ્રથમ ચેટજીપીટી જેવી એઆઈ સેવા શરૂ કરશે. ભારતજીપીટી ગ્રૂપનું સમર્થન કરનારાઓમાં ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ અને આઠ સંલગ્ન યુનિવર્સિટીઓની એક શાખા સામેલ છે. ગ્રુપ દ્વારા મુંબઈમાં એક ટેક્નોલોજી કોન્ફરન્સ દરમિયાન તેના મોટા એઆઈ ભાષાના મોડલની ઝલક રજૂ કરી હતી.

આ દરમિયાન એક બાઈક મિકેનિકને એઆઈ મોડલ સાથે તમિલમાં સવાલ પૂછતો બતાવવામાં આવ્યો હતો જ્યારે એક બેંકરને એઆઈ બોટ સાથે હિન્દીમાં વાત કરતો બતાવવામાં આવ્યો હતો. આ સાથે જ એક ડેવલપરે એઆઈ મોડલની મદદથી કોમ્પ્યુટર કોડ પણ લખ્યો હતો.

રિલાયન્સની મદદથી બનાવવામાં આવેલા આ એઆઈ મોડલનું નામ ‘હનુમાન’ રાખવામાં આવ્યું છે. આ એઆઈ મોડલ 11 સ્થાનિક ભાષાઓમાં કામ કરવા સક્ષમ હશે. હનુમાન  એઆઈ મોડલ શાસન, આરોગ્ય, શિક્ષણ અને નાણાકીય સેવાઓ જેવા ચાર મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાથમિકતામાં રાખીને પોતાની સેવા આપશે.

જો આ મોડલ સફળ થશે તો તે એઆઈ ટેક્નોલોજી વિકસાવવાની રેસમાં ભારતનો માર્ગ મોકળો કરશે. ગત વર્ષે એક ઈવેન્ટ દરમિયાન રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન મુકેશ અંબાણીએ આઈઆઈટી બોમ્બે સાથે એક પ્રોજેક્ટ પર વર્ષ 2014થી કામ કરવાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે જિયો 2.0 સાથે ભારતજીપીટીની પણ શરૂઆત કરવામાં આવશે.

Total Visiters :95 Total: 1092745

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *