અનેક ચેતવણી છતાં લોકો એરપોર્ટ પર પ્રતિબંધિત વસ્તુઓ લઈ જાય છે

Spread the love

દરરોજ જોવા જઈએ તો પેસેન્જરની 323થી વધુ ચેક ઈન બેગ્સમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે

અમદાવાદ

અમદાવાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સતત પેસેન્જરો નિયમ ભંગ કરતા નજરે પડી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે એરલાઈને ઘણીવાર રિમાઈન્ડર્સ આપ્યા હતા તેમ છતાં લોકો પ્રતિબંધિત વસ્તુઓને લઈને ટ્રાવેલ કરતા આવે છે. એટલું જ નહીં આ લોકો પાસેથી હેન્ડ બેગ હોય કે લગેજ નાનાથી લઈને મોટી વસ્તુઓ પકડાઈ જાય છે. દરરોજ જોવા જઈએ તો પેસેન્જરની 323થી વધુ ચેક ઈન બેગ્સમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે. એરપોર્ટ ઓપરેટરે આ મુદ્દે પ્રકાશ પાડ્યો હતો અને ડેટા પણ જાહેર કર્યો હતો.
એરપોર્ટ ઓપરેટરે કહ્યું કે સિગારેટ, ઈ સિગારેટ, વેપિંગ પેન્સ અને કોપરું જેવી વસ્તુઓ સામાન્ય રીતે અહીંથી મળી આવતી હોય છે. એટલું જ નહીં કેબિન બેગ્સમાં પણ લિક્વિડ અને પરમિસિબલ લેવલથી વધારે હોય તેવા પરફ્યુમ મળી આવતા હોય છે. આ અંગે ઘણીવાર વોર્નિંગ્સ આપવામાં આવી હતી પરંતુ કોઈએ આનું પાલન કર્યું નહોતું. હવે આના પરિણામે જેટલા પણ પેસેન્જરની બેગમાંથી આવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવે તેમને ફિઝિકલ ચેક કરવા પડે છે. આનાથી સમય પણ બરબાદ થાય છે અને નીકળે છે એવી વસ્તુઓ કે જે કોમન એડવાઈઝરીમાં પણ ના પાડવામાં આવી હોય. છેલ્લા 6 મહિનામાં લગભગ 58 હજારથી વધુ બેગનું ફિઝિકલ ચેકિંગ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું.

આનાથી સિક્યોરિટી પર્સન અને પેસેન્જર બંનેના સમયનો બગાડ થાય છે. આ અંગે એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું કે અમે રાઉન્ડ ધ ક્લોક ટીમ રાખી છે જે આ ઈશ્યૂને સોલ્વ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજુ પણ પેસેન્જરોને લિમિટ આપી હોય એના કરતા વધારે જ વસ્તુઓ મોટાભાગનાં લાવતા હોય છે. જેમાં સિક્યોરિટી ચેક દરમિયાન ગરમ મસાલા, અથાણું, 200 એમએલથી વધારે લિક્વિડ, ધારદાર વસ્તુઓ, ઘી અને કાતર તો ગુજરાતી પેસેન્જરના લગેજમાં એકદમ સામાન્ય છે. એસવીપીઆઈ એરપોર્ટ ઓપરેટરે ડિસ્પ્લે બોક્સ રાખ્યું છે ડોમેસ્ટિક ટર્મિનલ પર કે જ્યાં તમામ પ્રતિબંધિત વસ્તુઓ જોવામાં આવે છે.
ડિસ્પ્લે બોક્સમાં સ્પષ્ટપણે જણાવાયું હોય છે કે એરપોર્ટ પર અમે અહીં જે દર્શાવી છે તે વસ્તુઓ નહીં લાવવી. આટલી બધી માહિતી આપવા છતાં પણ પેસેન્જર ભૂલો કરે છે અને પોતાની સાથે આવી જ વસ્તુઓ લઈને આવી જાય છે. ઉલ્લેખનીય છે કે આના પરિણામે ઘણીવાર તે વસ્તુ ફ્રિઝ થાય અથવા તો કોઈને કામ લાગતી નથી. બીજી બાજુ સમયની બરબાદી થતા પેસેન્જર્સ પણ અકળાઈ જતા હોય છે.

Total Visiters :36 Total: 679087

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *