ઇન્ડિયન ઓઇલની ગુજરાત રિફાઇનરીમાં ઉત્પાદિત “સ્ટોર્મ” વૈવિધ્યસભર અને મહત્ત્વાકાંક્ષી પ્રોડક્ટ

Spread the love

ઇન્ડિયન ઓઇલનું રેસિંગ ફ્યુઅલ સ્ટોર્મ‘ એફઆઈએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ 2024 ને પ્રબળ બનાવે છે

નવી દિલ્હી: 

ઊર્જા ક્ષેત્રની ભારતની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલ, પ્રતિષ્ઠિત એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ (એઆરઆરસી) માટે “ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર” તરીકે એફઆઇએમ (ફેડરેશન ઇન્ટરનેશનલ ડી મોટોસાયક્લિઝમ) સાથે 2024થી 2026 સુધી ત્રણ વર્ષ માટે ભાગીદારીની જાહેરાત કરતા રોમાંચ અને ગર્વ અનુભવે છે.

આ ભાગીદારી અંતર્ગત ઇન્ડિયન ઓઇલ તમામ એઆરઆરસી ઇવેન્ટ્સમાં તેનું કેટેગરી 2 રેસ ફ્યુઅલ, “સ્ટોર્મ-અલ્ટિમેટ રેસિંગ ફ્યુઅલ” ઉપલબ્ઘ બનાવશે. ઇન્ડિયન ઓઇલની ગુજરાત રિફાઇનરીમાં ઉત્પાદિત “સ્ટોર્મ” ઇન્ડિયન ઓઇલની વૈવિધ્યસભર અને મહત્ત્વાકાંક્ષી પ્રોડક્ટ રેન્જની વિશેષતા છે, જેમાં એવી ગેસ 100 એલએલ અને રેફરન્સ ફ્યુઅલનો પણ સમાવેશ થાય છે, જે આત્મનિર્ભરતા (આત્મા નિર્ભર ભારત) અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આંતરરાષ્ટ્રીય ફલક પર “સ્ટોર્મ”નું આગમન ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને મજબૂત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. આ રેસ ફ્યુઅલ, ચુસ્ત આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરી સંશોધન અને સ્પેશિયલાઈઝ્ડ ફ્યુઅલ ઉત્પાદન કરવાની ઇન્ડિયન ઓઇલની કુશળતાને દર્શાવે છે. જેને સ્વિટ્ઝર્લેન્ડની એફઆઇએમ દ્વારા માન્યતા પ્રાપ્ત મેસર્સ ઇન્ટરટેક પાસેથી મંજૂરી મળી છે.

આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલના ચેરમેન શ્રી શ્રીકાંત માધવ વૈદ્યએ જણાવ્યું હતું કે, ” આપણે જ્યારે એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ માટે એફઆઈએમ સાથે આ આનંદદાયક ભાગીદારીનો પ્રારંભ કરી રહ્યા છીએ, ત્યારે અમારા અત્યાધુનિક ‘સ્ટોર્મ-અલ્ટિમેટ રેસિંગ ફ્યુઅલ’ સાથે મોટરસ્પોર્ટની ફાસ્ટ લેનને વધુ વેગ આપવા બદલ ઇન્ડિયન ઓઇલને ગર્વ છે. ફ્યુઅલ એ સંશોધન અને ઉત્કૃષ્ટતાનું પ્રતીક   છે, જે કડક આંતરરાષ્ટ્રીય ધારાધોરણોને અનુરૂપ વિશિષ્ટ ઇંધણ વિકસાવવાનાં આપણાં અવિરત પ્રયાસને વાસ્તવિક રૂપ આપે છે. આ જોડાણ વૈશ્વિક મંચ પર ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.”

સ્ટોર્મ- અલ્ટિમેટ રેસિંગ ફ્યુઅલને ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતા ગેસોલિન તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે એન્ડ્યુરો, ટ્રાયલ, સર્કિટ રેસિંગ, મોટોક્રોસ અને સુપરમોટો, ક્રોસ-કન્ટ્રી, ઇ-બાઇક અને ટ્રેક રેસિંગ સહિત વિવિધ રેસિંગ સર્કિટની સખત માંગ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ ફ્યુઅલ એફઆઈએમ કેટેગરી 2 રેસ ફ્યુઅલની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જે આ સ્પર્ધાઓ સાથે જોડાયેલાં મોટરબાઇકના તમામ વર્ગોને પૂરી પાડે છે.

સ્ટોર્મ-અલ્ટિમેટ રેસિંગ ફ્યુઅલની અનોખી ફ્યુઅલ પ્રોપર્ટી તેને અન્ય પ્રચલિત કોમર્શિયલ ગેસોલિનથી અલગ પાડે છે.  તેમાં ડેન્સિટીની ચોક્કસ રેન્જ, નિસ્યંદન રેન્જ, બાષ્પ દબાણ (ડીવીપીઇ) અને ઓલેફિન સામગ્રીનો સમાવેશ થાય છે, જેને ઊંચી માગ ધરાવતી રેસિંગ સ્થિતિમાં કાર્યક્ષમતા વધારવા માટે વધુ કાર્યક્ષમ બનાવવામાં આવે છે.

રેસિંગ વાહનોમાં સ્ટોર્મ-અલ્ટિમેટ રેસિંગ ફ્યુઅલનો ઉપયોગ કરવાના અનેકવિધ લાભ છે. તે એન્જિનના પાર્ટ્સ અને ફ્યૂઅલ ડિલિવરી સિસ્ટમની સ્વચ્છતા સુનિશ્ચિત કરવાની સાથે સાથે વાહનના મેટલના પાર્ટ્સને કાટ લાગવા સામે રક્ષણ પણ પૂરું પાડે છે. જેને કારણે વાહનની કાર્યક્ષમતામાં વધારો થાય છે, જેમાં ઝડપી એક્સિલરેશન, પાવરમાં વધારો અને સરળ ડ્રાઇવિંગક્ષમતાનો સમાવેશ થાય છે. આ ઉપરાં, તે એન્જિનમાં કચરો ઓછો જમાં થવામાં અને એક્ઝોસ્ટ ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં ફાળો આપે છે, જે એન્જિનના લાંબા આયુષ્ય અને પર્યાવરણીય જતન  બંનેને પ્રોત્સાહન આપે છે.

થાઇલેન્ડમાં 15થી 17 માર્ચ દરમિયાન યોજાનારી આગામી ઇવેન્ટની તૈયારી માટે, ઇન્ડિયન ઓઇલે 23 ફેબ્રુઆરી, 2024 ના રોજ મુંબઇના ન્હાવા શેવા બંદરેથી “સ્ટોર્મ” ફ્યુઅલ મોકલ્યું હતું. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ તેને વર્ચ્યુઅલ લીલી ઝંડી દર્શાવી હતી. 

ગયા વર્ષે યોજાયેલી પ્રથમ મોટોજીપી ભારત સાથેની તેની ભાગીદારી ઈન્ડિયન ઓઈલની મોટરસ્પોર્ટ પ્રત્યેની પ્રતિબદ્ધતા એઆરઆરસીથી વિશેષ હોવાનો પુરાવો દર્શાવે છે. જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને તબક્કે મોટરસાઇકલ રેસિંગમાં ઉત્કૃષ્ટતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટેના તેના સમર્પણને મજબૂત કરે છે.

પ્રીમિયમ ઇંધણનો પુરવઠો ઉપલબ્ધ બનાવવાનો બહોળો અનુભવ અને ખાસ કરીને વિવિધ દેશોમાં લ્યુબ્રિકન્ટ્સના બજારમાં વિસ્તૃત હાજરી સાથે ઇન્ડિયન ઓઇલ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપની સફળતામાં નોંધપાત્ર પ્રદાન કરવા સજ્જ છે, જે મોટરસ્પોર્ટ ક્ષેત્રમાં વિશ્વસનીય ઇંધણ ભાગીદાર તરીકેની તેની સ્થિતિને મજબૂત કરશે.

ઇન્ડિયન ઓઇલ સંશોધન, ઉત્કૃષ્ટતા અને મોટર રેસિંગ માટે સામુહિક જુસ્સાથી પ્રેરિત થઈને આગળની રોમાંચક સફર માટે ઉત્સુક છે.

Total Visiters :98 Total: 679294

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *