પોરબંદરના દરિયામાંથી 480 કરોડના ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની ઝડપાયા

Spread the love

પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને  એનસીબીનું સંયુક્ત ઓપરેશન

અમદાવાદ

ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત એટીએસ, કોસ્ટ ગાર્ડ અને  એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી બોટમાંથી ડ્રગ્સનો મોટો જથ્થા સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા 480 કરોડ છે. પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને પકડવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, બાતમીને આધારે એટીએસ,કોસ્ટ ગાર્ડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પાકિસ્તાનથી આ ડ્રગ્સ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું. એટીએસની ટીમે ઝપાયેલા તમામ પાકિસ્તાનીઓને અમદાવાદ લાવવાની તૈયારી હાથ ધરી છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ બુધવારે (28 ફેબ્રુઆરી) ઓપરેશન સાગર મંથન હેઠળ દેશની અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ ખેપને પકડી પાડી હતી. સૌરાષ્ટ્રનાં સમુદ્રકાંઠે યુવાધનને બરબાદ કરવા માટે મોટાપાયે ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કોસ્ટગાર્ડ એન્ટી ટેરરીસ્ટર સ્કવોડ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પોરબંદર નજીકનાં દરિયામાંથી 3272 કિલો ડ્રગ્સનાં જથ્થા સાથે પાંચ ક્રૂમેમ્બર્સને ઝડપી લીધા હતા. આ અગાઉ એનસીબીની ટીમ માત્ર જમીન પર જ ડ્રગ્સને લઈને ઓપરેશન કરતી હતી, પરંતુ આ ઓપરેશનમાં નેવી અને ગુજરાત એટીએસની મદદથી એનસીબીએ 3300 કિલો ડ્રગ્સ ઝડપીને ઈતિહાસ રચી દીધો.

Total Visiters :44 Total: 678760

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *