ગુરુ પર ગ્રેટ રેડ સ્પોટનું તોફાન 350 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે

Spread the love

અંતરિક્ષયાન જૂનોએ લગભગ ૧૩૯૧૭ માઇલ દૂરથી ગુરુના ગ્રેટ રેડ સ્પોટના વાસ્તવિક રંગીન ચિત્રને કેદ કર્યુ

વોશિંગ્ટન

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષ યાન જૂનો દ્વારા લેવાયેલી ગુરુ ગ્રહની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. ગુરુ ગ્રહ પર ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતા આ સ્થળની તસ્વીર એક તોફાનની છે જે પૃથ્વી કરતા બમણા આકારનું છે નવાઇની વાત તો એ છે કે આ તોફાન આજકાલ કરતા ૩૫૦ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે.

નાસાના જણાવ્યા અનુસાર અંતરિક્ષયાન જૂનોએ લગભગ ૧૩૯૧૭ માઇલ દૂરથી ગુરુના ગ્રેટ રેડ સ્પોટના વાસ્તવિક રંગીન ચિત્રને કેદ કર્યુ છે. તોફાનનો આકાર ધીમે ધીમે ઘટી રહયો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે  સૌર મંડળનું સૌથી જાણીતું તોફાન દાયકાઓથી અવિરત ચાલતું રહયું છે. ૧૯૭૯માં વોયજર અંતરિક્ષ યાન દ્વારા તોફાનને માપવામાં આવ્યું હતું તેના કરતા ઓછું જણાય છે, તેમ છતાં ધ ગ્રેટ રેડ સ્પોટ પૃથ્વી કરતા બે ગણું વધારે છે.

કેટલાક સંશોધનોમાં જણાયું છે કે ગુરુ ગ્રહના વાદળોની નીચે ૩૦૦ કિમી જેટલું અંદર ડૂબેલું છે. ગુરુ ગ્રહ પર નક્કર સરફેશ (જમીન) ના હોવાથી તોફાન નબળુ પડવામાં ખૂબ સમય લાગે છે. ૬૪૩ કિમી પ્રતિ કલાકની ઝડપે ફરતું રહે છે. ધ ગ્રેટ રેડ સ્પોટના લીધે ગુરુ ગ્રહની ક્ષિતિજ વિષમ ભૂરા અને લાલાશ રંગની જણાય છે. 

Total Visiters :72 Total: 677745

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *