ખાદ્ય સુરક્ષામાં ભારતના યોગદાન માટે વૈશ્વિક માન્યતા

Spread the love

પીએમ પોષણ અભિયાન હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશનદ્વારા પુરું પાડેલ

4બિલિયન ભોજનસેવાના સિમાચિહ્નરૂપ સિધ્ધિની સંયુક્ત રાષ્ટ્ર, ન્યુયોર્ક ખાતે યાદગીરીરૂપે નોંધ લીધી

માનનીય વડાપ્રધાન, નરેન્દ્ર મોદી અક્ષય પાત્રને નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિધ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. નોબલ વિજેતા શ્રી કૈલાશ સત્યાર્થી; ઈન્ફોસીસ અને એમેરિટસના ચેરમેન, શ્રી એન આર નારાયણ મૂર્તિ અને અન્ય અગ્રણી નેતાઓએ ફાઉન્ડેશનના પ્રયાસોને બિરદાવ્યા

યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ  “ખાદ્ય સુરક્ષામાં સિદ્ધિઓ:સંગ્રહણીય વિકાસ લક્ષ્યો તરફ ભારતની પ્રગતિ”, ન્યુયોર્કમાં યુએનના ધ પરમેનન્ટ મીશીન ઓફ ઈન્ડિયાદ્રારા વૈશ્વિકઝીરોહન્ગરની આકાંક્ષા (એસડીજી 2)તરફ રાષ્ટ્રની નોંધપાત્ર પ્રગતિના ઉપક્રમે ઉજવણી કરી. આ ઇવેન્ટમાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનની પીએમ પોષણ અભિયાનના નેજા હેઠળ 4 બિલિયન ભોજનપીરસવાની સીમાચિહ્નરૂપ સિદ્ધિને પ્રકાશિત કરવામાં આવી હતી, જે ભારતના ભાવિને પોષણ આપવા તરફના નોંધપાત્ર પગલાને દર્શાવે છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએતેમના પ્રેરણાદાયી સંદેશમાં, , ભારતીય સંસ્કૃતિમાં પોષણ અને સમુદાયના ઊંડા બેઠેલા મૂલ્યો પર ભાર મૂકતા, અક્ષય પાત્ર ફાઉન્ડેશનના પ્રયાસોની પ્રશંસા કરી. “હું ખૂબ જ ગર્વ અને આનંદ સાથે અક્ષયપાત્ર ફાઉન્ડેશનની સમગ્ર ટીમને 4 બિલિયન ભોજન પીરસવાના નોંધપાત્ર સિમાચિહ્નને હાંસલ કરવા બદલ અભિનંદન આપું છું. જ્યારે આપણે આ સીમાચિહ્નની ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણે આપણી જીવંત સંસ્કૃતિમાં ખોરાકમાં સમાવેશ આંતરિક મૂલ્યને પ્રતિબિંબિત કરવુંજ જોઈએ. પવિત્ર અન્નપ્રાશન સમારોહ દ્રારા ચિહ્નિત કરતા બાળકના પ્રથમ ‘ભાતના ભોજન’ થી લઈને ‘થાળી’ની વિભાવના સુધી સંતુલિત આહારના મહત્વ પર ભાર મૂકતી,આપણી સામાજિક નિતીમત્તા પોષણ, આહાર અને વિવિધતા વચ્ચે પારસ્પરિક ક્રિયા અને પ્રતિક્રિયા બનાવે છે. આ સીમાચિહ્નરૂપ સિધ્ધિ નું મહત્વ ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે ભોજન પીરસીને, વૈશ્વિક સુખાકારી માટેના જુસ્સાને દર્શાવીને વધુ પ્રકાશિત કરે છે.આ મુજબ નો વડા પ્રધાનનો સંદેશસંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે વાંચીને જણાવ્યો હતો.

આ ઔપચારિક ઉજવણી માત્ર એક સન્માન જ ન હતું પરંતુ ખાદ્ય સુરક્ષા અને શૈક્ષણિક સશક્તિકરણ માટે ભારતની કાયમી પ્રતિબદ્ધતાનું વૈશ્વિક નિવેદન હતું. આ પ્રસંગ શ્રી કૈલાશ સત્યાર્થી, નોબલ પુરસ્કાર વિજેતા અને યુએન એસડીજી એડવોકેટ, શ્રી એન આર નારાયણ મૂર્તિ, ચેરમેન એમેરિટસ, ઇન્ફોસિસ અને શ્રી મધુ પંડિત દાસા, અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સ્થાપક-ચેરમેનજેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સંબોધન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો; તેમની સામૂહિક વિદ્રતા ભૂખને નાબૂદ કરવા અને પોષણ સહાય દ્વારા શિક્ષણને વધારવા માટેના સહયોગી પ્રયાસોની ક્ષમતા પર ભાર મૂકે છે.

નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી, બાળકોના અધિકારોના અડવોકેટ છે અને એસડીજીના દૃઢ સમર્થક, એમણે એક પ્રેરણાદાયી મુખ્ય વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, “અક્ષયપાત્ર લાખો બાળકોને શાળાઓ છોડી દેતા અટકાવી રાખવામાં સફળતાપૂર્વક સક્ષમ છે જેઓ અન્યથા તેમની સામાજિક આર્થિક સ્થિતિને કારણેમજૂરીમાં ધકેલાઈ જાત. તેમનું ઉમદા કાર્ય યુવાનોને તેમની સાચી ક્ષમતા પ્રાપ્ત કરવામાં મદદ કરીને દેશને ઘણા ડગલા આગળ લઈ જશે.

એન આર નારાયણ મૂર્તિ, ચેરમેન એમેરિટસ, ઇન્ફોસીસએ જણાવ્યું હતું કે, “કોઈપણ દેશ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના મજબૂત પાયા વિના તેના નાગરિકો માટે સમૃદ્ધિ વધારવા માટે યોગ્ય અને ટકાઉ માર્ગનું નિર્માણ કરી શકતું નથી. આવા પાયામાંબાળકો માટેપૌષ્ટિક ખોરાકની જરૂર હોય છે. અક્ષય પાત્રની ભવ્ય અને ઉમદા લડાઈ કોઈ પણ બાળક ભૂખને કારણે શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા માટેનુ આયોજન આ જટિલ જીગ્સૉ પઝલમાં એક નિર્ણાયક ભાગ છે. આ સુનિયોજિત અને મજબૂત મધ્યાહન ભોજન યોજના માટે હું અક્ષયપત્રના હીરાઓની પ્રશંસા કરું છું, બિરદાવું છું, સલામ કરું છું અને અભિનંદન આપું છું.”

અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સ્થાપક-ચેરમેન મધુ પંડિત દાસાએ આ નોંધપાત્ર સિદ્ધિને પ્રતિબિંબિત કરતાં જણાવ્યું હતું કે, “છેલ્લા 24 વર્ષોમાં, અક્ષયપાત્રએ સંયુક્ત રાષ્ટ્રના ઝીરો હન્ગર પ્રત્યે ટકાઉ વિકાસ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સરકાર સાથે ભાગીદારીમાં મોટા પાયે ખોરાક આપવાનું મોડેલ પ્રદર્શિત કર્યું છે. અક્ષયપાત્રના ભારતમાં 4 અબજ સંચિત ભોજન પીરસવાના સિમાચિહ્નરૂપ સિધ્ધિને યાદ કરવાના આ પ્રસંગે, વસુધૈવ કુટુંબકમની ભારતીય ભાવના – વૈશ્વિક સુખાકારીની ભાવનામાં, અમે અક્ષયપાત્રને ભારતની બહાર એવા દેશોમાં લઈ જવા ઈચ્છીએ છીએ જેઓ અમને આમંત્રિત કરશે અને તેમના બાળકોની સેવા કરવા માટે તેમની સરકાર સાથે કામ કરવાએક તક આપશે.” મધુ પંડિત દાસાએ ભારત સરકાર, શિક્ષણ મંત્રાલય, રાજ્ય સરકારો, કોર્પોરેટ ભાગીદારો, વ્યક્તિગત દાતાઓ અને સમુદાય સહિત તમામ હિતધારકોનો તેમના સતત સમર્થન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે દરેક શાળાના દિવસે બાળકોને ગરમ, પૌષ્ટિક, સલામત અને સ્વાદિષ્ટ ભોજન પીરસવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને વધુમાં ઉમેર્યું કે ફાઉન્ડેશન વિવિધ નવીન પહેલો દ્વારા મધ્યાહન ભોજનનાપ્રભાવને વધારવા માટે પ્રયત્નશીલ રહેશે.

અક્ષયપાત્ર ફાઉન્ડેશનની ભોજન પીરસવાની સફર વર્ષ 2000માં શરૂ થઈ, સંસ્થા વર્ષ 2012માં તેના 1 બિલિયન ભોજન સુધી પહોંચ્યું. વર્ષ 2016સુધીમાં, સંસ્થાએ સંચિત રીતે 2 બિલિયન ભોજન પીરસ્યું હતું, જેની ઉજવણીભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીની હાજરીમાં ઉજવવામાં આવી હતી. વર્ષ 2019 માં, અક્ષયપાત્રએ ભારતના માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પીરસવામાં આવેલ 3 બિલિયન સંચિત ભોજન પીરસવાનો માઈલસ્ટોન ચિહ્નિત કર્યો. વૈશ્વિક મંચ પર તાજેતરની સિદ્ધિઓની ઉજવણી સાથે, વિશ્વની ભૂખને સંબોધવામાં સહયોગની શક્તિને ઉજાગર કરીને, સીમાચિહ્નોની યાત્રા ચાલુ રહેશે.

યુનાઈટેડ નેશન્સ ખાતે આ સિમાચિહ્નરૂપ સિધ્ધિની યાદગીરી માત્ર એક માન્યતા જ નથી પરંતુ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપતું વૈશ્વિક કાર્ય છે – વિશ્વ એક પરિવાર છે. તે એક વૃતાંત ઘડવામાં આંતરરાષ્ટ્રીય એકતાની મુખ્ય ભૂમિકાને પ્રકાશિત કરે છે જ્યાં ટકાઉ વિકાસ અને કરુણા ભૂખમરાથી મુક્ત વિશ્વ તરફ સામૂહિક કાર્યવાહીનો મુખ્ય ભાગ બનાવે છે.

Total Visiters :73 Total: 679262

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *