ભૂજ-ભચાઉ હાઈવે પર જીપને અકસ્માતમાં ચાર લોકોનાં મોત

Spread the love

સાત જણાને ઈજા, માધાપર ગામે બાપા દયાળુનગરમાં રહેતો પરિવાર દ્વારકા અને સોમનાથ દર્શન માટે ગયો હતો

ભુજ

ભુજ-ભચાઉ હાઇવે પર શુક્રવારે વહેલી સવારે પધૃધર ગામ નજીક સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં કુતરાને બચાવવા જતાં તૂફાન જીપ પુલીયા સાથે ધડાકાભેર આૃથડાતાં જીપમાં સવાર માધાપર સોની પરિવારના દંપતિ સહિત ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય સાત જણાઓને વતી ઓછી ઇજાઓ થતાં સારવાર આૃર્થે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચાર-ચારના મોતથી પરિવારના સભ્યોમાં હૈયાફાટ આક્રંદ છવાઇ ગયો હતો. 

પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના માધાપર ગામે બાપા દયાળુનગરમાં રહેતો પરિવાર દ્વારકા અને સોમનાથ દર્શન કરવા પોતાની તૂફાન જીપાથી ગયો હતો. જ્યાંથી દ્વારકા, સોમનાથ દર્શન કર્યા પછી દિવ ફરીને શુક્રવારે પરત આવતી વખતે સવારના છ વાગ્યાના અરસામાં પધૃધર ગામ નજીક બીકેટી અને સુઝલોન કંપની વચ્ચેના માર્ગ પર કૂતરું આડું ઉતરતા તેને બચાવવા જતા તુફાન જીપના ચાલકે સ્ટીયરીંગનો કાબુ ગુમાવી દેતાં તૂફાન જીપ પુલીયા સાથે ધડાકાભેર આૃથડાઇ હતી. આ અકસ્માતના કારણે જીપમાં સવાર પરિવારના ૧૧ લોકોને ઇજા પહોંચી હતી. જેમાં દિનેશભાઇ સુરેન્દ્રભાઇ સોની (ઉ.વ.૪૯), મનોજભાઇ સુરેન્દ્રભાઇ સોની (ઉ.વ.૫૫) અને કૌટુંબીક ભાઇ દિલીપભાઇ હીરજીભાઇ સોની (ઉ.વ.૬૨)નું ઘટના સૃથળ પર જ મોત નીપજ્યું હતું. અન્ય ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મનોજભાઇના પત્ની ગીતાબેન મનોજભાઇ સોની (ઉ.વ.૪૦)નું સારવાર મળે તે પહેલા મોત નિપજ્યું હતું. જ્યારે મહિમાબેન દિનેશભાઇ સોની, અનિતાબેન દિનેશભાઇ સોની, કિશન મનોજભાઇ સોની, લક્ષ્મીબેન સુરેશભાઇ સોની, ખુશીબેન દિનેશભાઇ સોની, અનિતાબેન દિલીપભાઇ સોની, હેત દિલીપભાઇ સોનીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

માધાપરના નવા વાસમાં રહેતા બેન્ક કર્મચારી વિપુલભાઈ રામજીભાઈ સોનીએ માધાપરના જુના વાસમાં રહેતા તેમના પિતરાઈ ભાઈ દિનેશભાઈ સુરેન્દ્રભાઈ સોની સામે ફરિયાદ નોંધાવી છે. વિપુલભાઈ અને પરિવારના ૧૧ સભ્યો દ્વારકા અને સોમનાથ દર્શન કરી દિવ ફરીને પરત ફરતાં હતાં ત્યારે અચાનક જ કૂતરૃં આડું ઉતરતાં અકસ્માત સર્જાયો હતો. ભુજ તાલુકા પોલીસ સ્ટેશનના પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દુર્ઘટનામાં જેમના મૃત્યુ નીપજ્યા છે. જેમાં મનોજભાઇ સોની અને તેમના પત્ની ગીતાબેન તાથા દિનેશભાઇ સોની અને દિલીપભાઇ સોનીના કરૃણ મોત નીપજ્યા હતા. મનોજભાઇ ડ્રાઇવીંગનો ધંધો કરતા હતા. અને તૂફાન જીપ તેમની હતી. જ્યારે દિનેશભાઇ સોની કારીગર હતા. તેમના માસીયાઇ ભાઇ દિલીપભાઇ સોનીનું પણ સ્થળ પર જ મોત નીપજ્યું હતું.  

પાંચ મહિલા સહિત સાત ઘાયલના નામઃ મહિમાબેન દિનેશભાઇ સોની (ઉ.વ.૨૦),ખુશીબેન દિનેશભાઇ સોની (ઉ.વ.૨૦), અનિતાબેન દિનેશભાઇ સોની (ઉ.વ.૩૮), કિશન મનોજભાઇ સોની (ઉ.વ.૨૦), લક્ષ્મીબેન સુરેશભાઇ સોની (ઉ.વ.૬૦), અનિતાબેન દિલીપભાઇ સોની (ઉ.વ.૫૩), હેત દિલીપભાઇ સોની (ઉ.વ.૧૮)ને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Total Visiters :65 Total: 678639

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *