જિયો પ્લેટફોર્મ્સના સંકલિત પરીણામો

Spread the love

ત્રિમાસિક રેવન્યુ રૂ. 33,835 કરોડ, વાર્ષિક ધોરણે 13.3%ની વૃધ્ધિ

ત્રિમાસિક EBITDA રૂ. 14,360 કરોડ, વાર્ષિક ધોરણે 12.5%ની વૃધ્ધિ

ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે સબસ્ક્રાઇબર્સની વૃધ્ધિ, FY24માં 42.4 મિલિયનનો ચોખ્ખો ઉમેરો

5G સ્વિકૃતિ અને હોમ સ્કેલ અપને કારણે ડેટા ટ્રાફિક FY24માં 148 એક્સાબાઇટ, વાર્ષિક ધોરણે 31%ની વૃધ્ધિ

જિયોએ ભારતના 5G તરફના બદલાવને જાળવી રાખતા 108 મિલિયન કરતા વધારે સબસ્ક્રાઇબર્સ નોંધાવ્યા છે, જે હવે જિયોના વાયરલેસ ડેટા ટ્રાફિકના 28% થાય છે;

ચીનની બહાર કોઇપણ ઓપરેટર દ્વારા નોંધવવામાં આવેલો સૌથી વધારે 5G સબસ્ક્રાઇબર્સ બેઝ

જિયોએરફાઇબરને 5,900 શહેરોમાં તંદુરસ્ત માગ જોવા મળી રહી છે, જેનાથી ત્રિમાસિકગાળામાં સૌથી વધારે ઘરોને જોડી શકાયા છે

ડિજીટલ સર્વિસીસના કારણે જિયો પ્લેટફોર્મ્સની સ્ટેડઅલોન ક્વાર્ટર્લી રેવન્યુ વાર્ષિક ધોરણે 64%ની વૃધ્ધિ પામી

રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ એમ અંબાણીએ જણાવ્યું હતું કે, “જિયોએ તેની નેટવર્ક લીડરશીપ જાળવી રાખી છે અને વૈવિધ્યપૂર્ણ ગ્રાહક સમૂહોને નવીન ડિજિટલ સોલ્યુશન્સ ઓફર કરી રહ્યું છે. તેના પરિણામે સબ્સ્ક્રાઇબર વધારા અને એન્ગેજમેન્ટ લેવલની દૃષ્ટિએ સતત ઉત્કૃષ્ટ પરફોર્મન્સ થઈ રહ્યું છે. જિયોએરફાઇબરના સબ્સ્ક્રાઇબર બેઝમાં સતત વધારો અને ડિજિટલ સેવાઓની ઝડપ થકી જિયો ઉદ્યોગ-અગ્રણી વૃદ્ધિને ટકાવી રાખશે.”

Total Visiters :65 Total: 628050

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *