ભારતના સૌથી મોટા બી2બી અને બી2સી ઓનલાઈન હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય એક્સપોની પ્રસ્તુતિ દ્વારા એમએસએમઈ માટે ડિજિટલ અનુભૂતિનું સ્તર ઉન્નત કરે છે SMBXL

Spread the love

ઓનલાઈન બી2બી અને બી2સી હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય એક્સપો એ હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય ઉદ્યોગ માટેનો સૌથી વિશાળ ઓનલાઈન એક્સપો છે. ભારતભરમાંથી હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય ક્ષેત્રની 10+ કેટેગરીઓમાં સ્થાન ધરાવતા 1200+થી વધુ સપ્લાયર્સ, ટ્રેડર્સ અને મેન્યુફેક્ચરર્સ આ એક્સપોમાં ભાગ લઈ રહ્યા છે

હૈદ્રાબાદ

એમએસેએમઈને સહાયરૂપ થતી અગ્રણી ટેકનોલોજી કંપની, SMBXL દ્વારા ભારતના સૌથી મોટા ઓનલાઈન બી2બી અને બી2સી હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય એક્સપોને લોંચ કરાયો છે. આ એક્સપોમાં ભારતભરમાંથી હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય ક્ષેત્રની 1200+ કંપનીઓ સામેલ થશે. સહભાગી થનારી સંસ્થાઓ 10થી વધુ કેટેગરીનું પ્રતિનિધિત્વ કરશે અને તેના થકી 5 લાખ ઉત્પાદકો, બંને કોર્પોરેટ અને રિટેલ ક્ષેત્રમાંના સંભવિત ગ્રાહકો, ડીલર્સ, ટ્રેડર્સ અને બિઝનેસ પાર્ટનર્સને આકર્ષિત કરાય તેવી અપેક્ષા છે.

ઓનલાઈન બી2બી અને બી2સી હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય એક્સપો 22 એપ્રિલથી 28 એપ્રિલ સુધી ચાલશે. આ એક્સપોમાં વર્ચ્યુઅલ ડેમોન્સ્ટ્રેશન સેશન અને વેબિનાર્સ સામેલ હશે જ્યાં સહભાગી કંપનીઓ મુલાકાતીઓ તથા અન્ય સહભાગી કંપનીઓના લાભાર્થે તેમની પ્રોડક્ટ્સને દર્શાવી શકશે. ઓનલાઈન હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય એક્સપો સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (સિડબી) તરફથી વેબિનાર્સ તેમજ ઓરિયેન્ટેશન સેશનને પણ સામેલ કરશે. આનાથી સહભાગી કંપનીઓ તેમજ મુલાકાતીઓને ભારતમાં એસએમઈને સિડબી દ્વારા ઓફર કરાતા નાણાકીય ટેકાથી પણ માહિતગાર થવામાં મદદ મળશે. આ અત્યંત રોમાંચકારી ફીચર છે કારણ કે તેનાથી સિડબી દ્વારા એસએમઈને ઓફર કરાતી ક્રેડિય સહાયતા સુવિધા વિશે જાણકારીના વિનિમય/ વહેંચણી માટેનો મંચ ઉપલબ્ધ થશે.

ઓનલાઈન બી2બી અને બી2સી હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય એક્સપો તમામ સહભાગી કંપનીઓ માટે નિઃશુલ્ક છે. આ તક થકી આ બિઝનેસીસને નવા બજારો અને ભૌગોલિક ક્ષેત્રોમાં તેમની ડિજિટલ ઉપસ્થિતિ વિસ્તારવામાં મદદ મળશે. આ એક્સપોમાં ભારતભરમાંથી તેમજ અન્ય દેશોમાંથી 5 લાખ કરતા વધુ મુલાકાતીઓ આવે તેવી અપેક્ષા છે. એમએસએમઈને સહાયરૂપ થવાની ખેવનાના ભાગરૂપે, SMBXL દ્વારા રોમાંચકારી નવા ફીચર – 3ડી એક્સપો પ્લેટફોર્મની સ્થાપના કરાઈ છે- જે મુલાકાતીઓને વધુ પ્રભાવશાળી, જોડનારી અનુભૂતિ તેમજ પ્લેટફોર્મ દ્વારા નેવિગેટ કરવા સરળ યુઝર ઈન્ટરફેસ પૂરા પાડીને તેઓના એકંદર અહેસાસનું સ્તર ઊંચુ લાવશે.

ઓનલાઈન બી2બી અને બી2સી હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય એક્સપોનું ઉદઘાટન કરતી વેળાએ SMBXLના કો-ફાઉન્ડર અને ચીફ ઓપરેટિંગ ઓફિસર, પ્રીતિ ઉબલેએ જણાવ્યું હતું કે, આ ઓનલાઈન એક્સપોની રચના જ એમએસએમઈની મદદ માટે કરાઈ છે, જે હોસ્પિટલ અને મેડિકલ સપ્લાય કંપનીઓમાં ડીલ કરે છે, જેથી તેઓ વધુ વ્યાપક તથા ભૌગોલિક રીતે ફેલાયેલા ઓડિયન્સ સમક્ષ પોતાની પ્રોડક્ટ્સને દર્શાવી શકે. આ ઓનલાઈન એક્સપો એમએસએમઈને વિશ્વભરમાં વિકસવા માટે શક્તિશાળી બનાવવા પરત્વેની અમારી કટિબદ્ધતાને પરાવર્તિત કરે છે. એમએસએમઈ ક્ષેત્ર અને દરેક સેગમેન્ટને લક્ષ્યાંકિત/ સામેલ કરવાની અમારી ખેવના છે જેથી તેમનો ફેલાવો, વિઝિબિલિટી અને વેચાણ નોંધપાત્ર રીતે વધી શકે. અમારો ઉદ્દેશ સીમલેસ અને નવતર ટેકનોલોજી દ્વારા ભારતમાં દરેક એમએસએમઈના બિઝનેસ ઓપરેશનને વિસ્તારીને સર્વોત્તમ બનાવવાનો છે. તેનાથી મેડિકલ ડિવાઈસ પ્રોવાઈડર્સ માટે મેન્યુફેક્ચરર્સ, હેલ્થકેર પ્રોફેશનલ્સ, કાળજી પૂરી પાડનારા, તબીબો, મેડિકલ પ્રેક્ટિશનર્સ, ડીલર્સ, સપ્લાયર્સ સાથે કનેક્ટ થવાનું તેમજ તેમના સંભવિત બિઝનેસ પાર્ટનર્સ, ડીલર નેટવર્ક, અને ચાવીરૂપ હિતધારકો સાથે કનેક્ટ કરવાનું વધુ સુગમ બનશે.

Total Visiters :84 Total: 628439

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *