સ્તન કેન્સર જાગૃતિ સંદર્ભે“વોક ફોર હર-2” ચેરીટી વોકનું આયોજન

Spread the love

આશિર્વાદ ફાઉન્ડેશનને દાનમાં મળેલા કુલ પગલા સામે દર 5000 પગલાએ એક મહિલાના સ્તન કેન્સરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે

અમદાવાદ

આશિર્વાદ ફાઉન્ડેશન દ્વારા તા. ૨ માર્ચ થી ૮ માર્ચ દરમિયાન સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેરિટી વોક અંતર્ગત તમારા કોઈપણ એક દિવસનાં ચાલેલા પગલાંનો ફોટો (સ્ક્રીન શોટ) આપના મોબાઈલ એપ દ્વારા વોટ્સઅપ ઉપર “હાય” કરીને સંસ્થાના ફોન નંબર 89800 02345 અથવા www.ashirvadfaoundation.org  દાનમાં આપવા વિનંતી કરાઈ છે. આશિર્વાદ ફાઉન્ડેશનને દાનમાં મળેલા કુલ પગલા સામે દર 5000 પગલાએ એક મહિલાના સ્તન કેન્સરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

આશીર્વાદ ફાઉન્ડેશનના સ્થાપક સીએ આર એસ પટેલ “વોક ફોર હર-2” ચેરીટી વોકના સંદર્ભે જણાવે છે કે  ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ હેઠળ કરવામાં આવેલા ચેરિટી વોકમાં પ્રજાજનોને ચાલેલા પગલાનું દાન કરવાની અપીલ કરી છે. આ પ્રોગ્રામ દ્વારા ચાલનાર વ્યક્તિઓની તંદુરસ્તી સચવાય તે ઉપરાંત તેમના પગલાના દાન સામે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર ચેકઅપથી કોઈ એક મહિલાનું જીવન બચાવી શકાય તેવો ઉમદા હેતુ છે. આ ચેરિટી વોકમાં વ્યક્તિઓ, કોર્પોરેટ્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ જોડાઇ શકે છે.

Total Visiters :130 Total: 677623

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *