એચસીજી કેન્સર સેન્ટર દ્વારા કરેજિયસ હાર્ટસ પહેલની જાહેરાત

Spread the love

અંડાશયના કેન્સર વિશે જાગરૂકતા વધારવા, બચી ગયેલા લોકોના સશક્તિકરણ અને મહિલાઓની સુખાકારી માટે નિવારક આરોગ્ય સંભાળના પગલાંને પ્રોત્સાહન માટે ઈવેન્ટનું આયોજન

અમદાવાદ

એચસીજી કેન્સર સેન્ટર, અમદાવાદ એ સ્પોર્ટ્સ ક્લબના સહયોગથી, અંડાશયના કેન્સર વિશે જાગરૂકતા વધારવા, બચી ગયેલા લોકોને સશક્તિકરણ કરવા અને મહિલાઓની સુખાકારી માટે નિવારક આરોગ્ય સંભાળના પગલાંને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત ‘કરેજિયસ હાર્ટ્સ’ પહેલની જાહેરાત કરી. આ કાર્યક્રમનું આયોજન  ડૉ. કલ્પના કોઠારી- ચીફ ગાયનેક ઓન્કોલોજી વિભાગ-રોબોટિક સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ અને એચઆઈપીઈસી સર્જન, ડૉ. માનસી શાહ, મેડિકલ ઑન્કોલોજિસ્ટ, ડૉ. વિરલ પટેલ, ગાયનેક ઑન્કોલોજીસ્ટ અને રોબોટિક સર્જન અને ડૉ. નિધિ ગુપ્તા ગાયનેકોલોજિક ઓન્કોલોજિસ્ટ એ અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબ ખાતે અંડાશયના કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે કર્યું હતું.

ઈવેન્ટના ભાગરૂપે અંડાશયના કેન્સરથી બચી ગયેલા લોકોએ કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે પ્લૅકાર્ડ લઈ રેમ્પ પર વોક કર્યું હતું. આ વોકમાં લગભગ 200 જેટલા સારવારથી સ્વસ્થ થયેલા લોકોએ ભાગ લીધો હતો, જે તાકાત અને સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છે. અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબ ખાતે એક વાઇબ્રન્ટ પાથરણાં બજાર પણ ઉભું કરવામાં આવ્યું હતું. પાથરણાં બજાર એ ઉપસ્થિતોને ખરીદી દ્વારા કારણને સમર્થન આપવાની તક આપી હતી અને યોગ્ય હેતુ માટે સમુદાય સંચાલિત પ્રયાસ તરીકે પણ સેવા આપી હતી. પાથરણાં બજારથી એકત્ર કરાયેલ ભંડોળ 12મી મે 2024 ના રોજ હાથ ધરવામાં આવનાર સર્વાઇકલ કેન્સર સામે યુવાન અનાથ છોકરીઓના રસીકરણ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. આ યુવાન છોકરીઓને સર્વાઇકલ કેન્સરના જોખમોથી ખૂબ જ જરૂરી રક્ષણ પૂરું પાડશે.
અંડાશયના કેન્સર વિશે જાગરૂકતા વધારવા ઉપરાંત, આ ઇવેન્ટનો ઉદ્દેશ બચી ગયેલા લોકોને તેમની વાર્તાઓ શેર કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરીને સશક્તિકરણ કરવાનો હતો.

Total Visiters :217 Total: 679253

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *