એડવોકેટ હારુન પલેજની હત્યા કેસમાં સાયચા બંધુઓ સહિત 15 સામે ગુનો દાખલ

Spread the love

પંચવટી વિસ્તારની એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, જેનો ખાર રાખીને વકીલનો કાંટો કાઢી નાખવા માટે હત્યાને અંજામ અપાયો

જામનગર

જામનગરના બેડી વિસ્તારમાં એડવોકેટની સરાજાહેર હત્યા નીપજાવવા અંગેના અતી ચકચારજનક પ્રકરણમાં પોલીસે કુખ્યાત સાઈચા બંધુઓ સહિત 15 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પંચવટી વિસ્તારની એક શિક્ષિકાના આપઘાત પ્રકરણમાં મૃતક એડવોકેટ તરીકે રોકાયા હતા, જેનો ખાર રાખીને વકીલનો કાંટો કાઢી નાખવા માટે હત્યાને અંજામ અપાયાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ આરોપીઓ ભાગી છૂટયા હોવાથી પોલીસ આરોપીઓને શોધી રહી છે.

 આ અતિ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામનગરના મુસ્લિમ સમાજના આગેવાન અને જાણીતા એડવોકેટ હારુન પલેજા કે જેઓની ગઈકાલે સાંજે 6.30 વાગ્યાના અરસામાં બેડેશ્વર વિસ્તારમાં વાછાણી ઓઇલ મીલ સામેના ભાગમાં સરાજાહેર હત્યા નિપજવામાં આવી હતી.

 એડવોકેટ રોઝુ ખોલવા માટે બાઈક પર પોતાના ઘેર જઈ રહ્યા હતા, જે દરમિયાન પથ્થરમારો કર્યા પછી તેઓનાપર છરી-ધોકા-પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી દઇ વેતરી નાખ્યા હતા. તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યા તબિબે મૃત જાહેર કર્યા હતા, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.

 ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું, અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ વિશાળ પોલીસ કાફ્લો જી.જી.હોસ્પિટલ અને બેડેશ્વર વિસ્તારમાં ખડકાઈ ગયો હતો, અને રાત્રીભર કોમ્બિગ હાથ ધર્યું હતું. હાલ તમામ આરોપીઓ ભાગી છૂટયા છે, તેઓને પોલીસ શોધી રહી છે.

Total Visiters :84 Total: 679259

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *